અમૂલનું દૂધ ફરી મોંઘુ થશે…!?

દૂધ-દહીં સહિત અનેક ચીજવસ્‍તુઓ મોંઘી થશે…!
દૂધ-દહીં સહિત અનેક ચીજવસ્‍તુઓ મોંઘી થશે…!
મોંઘવારી ચિંતાનું કારણઃ સોઢીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે તેમના ઉદ્યોગમાં ફુગાવો ચિંતાનું કારણ નથી. તેમણે કહ્યું કે ખેડૂતને તેની પેદાશોના ઊંચા ભાવથી ફાયદો મળી રહ્યો છે. ડેરી અગ્રણી અમૂલનું દૂધ ફરી મોંદ્યુ થવા જઈ રહ્યું છે. અમૂલના ટોચના અધિકારીએ આ અંગે સંકેત આપ્‍યો છે. અમૂલના મેનેજિંગ ડિરેક્‍ટર  આરએસ સોઢીએ જણાવ્‍યું હતું કે, ‘કિંમત મજબૂત રહેશે, હું કેટલી તે કહી શકતો નથી. તેઓ અહીંથી નીચે જઈ શકતા નથી, તેઓ માત્ર ઉપર જઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

‘ સોઢીએ જણાવ્‍યું હતું કે અમૂલ કો-ઓપરેટિવ કંપનીએ છેલ્લા બે વર્ષમાં આઠ ટકાનો ભાવ વધારો કર્યો છે, જેમાં ગયા મહિને દૂધમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો પણ સામેલ છે.અમૂલ અને વ્‍યાપક ડેરી સેક્‍ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ અન્‍યોની સરખામણીમાં ઘણી ઓછી છે, ખાસ કરીને ખર્ચમાં વધારાની સરખામણીમાં.ભાવ કેમ વધ્‍યાઃ સોઢીએ જણાવ્‍યું હતું કે વીજળીના વધેલા ભાવથી કોલ્‍ડ સ્‍ટોરેજની કિંમતમાં એક તૃતિયાંશથી વધુનો વધારો થયો છે.

Read About Weather here

લોજિસ્‍ટિક્‍સનો ખર્ચ પણ વધી ગયો છે અને પેકેજિંગના કિસ્‍સામાં પણ વધારો થયો છે. આ દબાણોને કારણે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૧.૨૦નો વધારો થયો છે, એમ તેમણે જણાવ્‍યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે રોગચાળા દરમિયાન ખેડૂતોની પ્રતિ લિટર આવકમાં પણ રૂ.૪નો વધારો થયો છે. સોઢીએ કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ જેવી વૈશ્વિક ઘટનાઓ ભારતીય ડેરી સેક્‍ટર માટે સારી છે. તેઓ ભારતીય નિકાસને મદદ કરે છે કારણ કે વૈશ્વિક સપ્‍લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, એમ તેમણે ઉમેર્યું.તેમણે કહ્યું કે અમૂલ આવા દબાણોથી પરેશાન નથી કારણ કે નફો એ આ સહકારી સંસ્‍થાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here