અમદાવાદમાં એકાકી જીવન ગાળતા વૃધ્ધોની સુરક્ષા માટે પોલીસની ઝુંબેશ

અમદાવાદમાં એકાકી જીવન ગાળતા વૃધ્ધોની સુરક્ષા માટે પોલીસની ઝુંબેશ
અમદાવાદમાં એકાકી જીવન ગાળતા વૃધ્ધોની સુરક્ષા માટે પોલીસની ઝુંબેશ

ઘરે-ઘરે જઈને શહેર પોલીસની જઇંઊ ટીમ દ્વારા ખબર અંતર પૂછવાની કાર્યવાહી શરૂ: સાવ એકલા રહેતા વૃધ્ધ નાગરિકોની હત્યાનાં વધતા પ્રમાણથી ચિંતિત તંત્ર અંતે સજાગ થયું

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ મહાનગરમાં ગુન્હાખોરીનો એક પ્રકાર સમગ્ર પોલીસ તંત્ર, સરકાર અને સમાજ માટે મોટો પડકાર બની ગયો છે. મહાનગરમાં એકાકી જીવન ગાળતા વૃધ્ધ નાગરિકોની હત્યા અને લૂંટફાટનાં વધતા જતા બનાવોથી પરેશાન પોલીસ તંત્ર અચાનક સતર્ક બન્યું છે

Visit Saurashtra Kranti Homepage here

અને એકલવાયું જીવન ગાળી રહેલા વૃધ્ધ દંપતીઓ અને નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે એક ખાસ સુરક્ષા ઝુંબેશ શરૂ કરી છે.શહેર પોલીસની જઇંઊ ટીમનાં સભ્યો દ્વારા આવા એકલા રહેતા વૃધ્ધોની ઘરે-ઘરે જઈને પૃચ્છા કરીને એમના ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે.

પોલીસ ટીમનાં સભ્યો દ્વારા એમની સુરક્ષા અંગે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. વયો વૃધ્ધ દંપતીઓને પુરતી સુરક્ષા આપવાની પોલીસે હૈયાધારણા આપી છે.આ ઝુંબેશ વેગવાન બનાવવામાં આવી રહી છે.

જેથી કરીને અલગ-અલગ વિસ્તારોમાં કેટલા વૃધ્ધ ક્યાં-ક્યાં અને કેવી રીતે એકલવાયું જીવન પસાર કરી રહ્યા છે. તેની માહિતી મેળવી શકાય અને એમની સુરક્ષાનો બંદોબસ્ત પણ કરી શકાય.

પોલીસે આવા વૃધ્ધ નાગરિકોને ઈમરજન્સી વખતે પોલીસનો સંપર્ક કરવાના ખાસ ટેલીફોન નંબર પણ આપ્યા છે. આવા નાગરિકોનાં એક કોલ પર પોલીસ ટુકડી ખાસ તાત્કાલિક હાજર થઇ જશે. એવું પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગરમાં એવા અનેક પરિવારો છે જેના વયો વૃધ્ધ નાગરિકો, માં-બાપ કે વાલીઓ સાવ એકાકી જીવન વિતાવી રહ્યા છે. અનેક માલેતુજાર પરિવારોનાં વયો વૃધ્ધ માતા-પિતા એમના આલીશાન આવાસોમાં એકલા રહે છે.

જેના ગેરલાભ ઉઠાવવાની ગુન્હાખોર માણસોનાં તત્વો કોશિશ કરતા રહે છે. ઘણીવખત આવા તત્વો ઘરમાં ઘૂસીને જવેરાત કે રોકડ રૂપિયાની લૂંટફાટ કરતા હોય છે અને આવા અસામાજિક તત્વોએ પાપ છુપાવવા માટે

Read About Weather here

અને પુરાવા છુપાવવા માટે કેટલાક વૃધ્ધ નાગરિકોની હત્યા પણ કરી નાખી છે. આથી પોલીસ તંત્ર દ્વારા વૃધ્ધોની સુરક્ષા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી વૃધ્ધ નાગરિકોમાં રાહતની લાગણી પર પ્રસરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here