અમદાવાદમાં આવકવેરાનાદરોડા: ખળભળાટ

અમદાવાદમાં આવકવેરાનાદરોડા: ખળભળાટ
અમદાવાદમાં આવકવેરાનાદરોડા: ખળભળાટ

સમગ્ર વડોદરીયા પરિવારની અલગ-અલગ કંપનીઓ અને નિવાસ સ્થાનો પર સવારથી સર્ચ ઓપરેશન, ભારે ખળભળાટ: આવકવેરાની ટુકડીઓ 24 સ્થળે ત્રાટકી, બિન હિસાબી મત્તાની વ્યાપક તપાસ 6 લેન્ડ ડિલર પણ ઝપટે ચડયા
સમભાગુજરાત બ્રોડકાસ્ટસ પ્રા.લી સહિતની વડોદરીયા પરીવારની મિલકતો પર વ્યાપક દરોડાની કાર્યવાહી: મહાનગરની બિલ્ડર અને લેન્ડ ડિલર લોબીમાં ભારે સોપો પડી ગયો

એક મોટા અખબારી પ્રકાશન ગૃહ અને તેના માલીકની અન્ય કંપનીઓ તથા નિવસ સ્થાનો પર આજે સવારથી આવકવેરાના મોટા પાયે દરોડા પડયા છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરીયા ગૃપની માલીકાના સમભાવ હાઉસ તથા સમગ્ર વડોદરીયા પરીવારના અન્ય વેપારી સંસ્થાનો, કંપનીઓ, દફતરો અને નિવાસ સ્થાનો પર આજે સવારથી આવકવેરાની ટુકડીઓ ત્રાટકી છે

અને જોરદાર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહયું છે. આ દરોડાને પગલે અખબારી જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ મહાનગરમાં કુલ 24 સ્થળે આવકવેરા દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે

અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહયું છે.આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ મહાનગરનાં કુલ લેન્ડ ડિલરને ત્યાં પણ આવકવેરાની તપાસ કરવામાં આવી રહી છે

એક જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતીના ભાણેજ તથા લેન્ડ ડિલર યોગેશ કનૈયાલાલ પુજારા, દિપક ઠક્કર સહિતના લેન્ડ ડિલરને ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ થયું છે.

જાણીતા કે.મહેતા ગૃપને ત્યાં પણ આવકવેરા અધિકારીઓનો કાફલો ત્રાટકયો છે અને હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. આવકવેરા ખાતાનાં મેગા ઓપરેશન અંગેની વધુ વિગતો જાણવા મળી નથી પણ 24થી વધુ તપાસની કાર્યવાહી ચાલી રહી છે

અને જાણીતા બિલ્ડર, જમીનના મોટા દલાલ અને અનેક કંપનીઓમાં આવકવેરાની ટુકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગની સૌથી મોટી કાર્યવાહી ગુજરાત બ્રોડકાસ્ટસ પ્રા.લીમેટીડ અને સમભાવ હાઉસમાં કરવામાં આવી રહી છે. વડોદરીયા પરિવારની માલીકીના સમભાવ હાઉસ સહિતના પ્રકાશન ગૃપ

અને વડોદરીયા પરીવારની અન્ય કંપનીઓની કચેરીઓ તથા નિવાસ સ્થાનો પર દરોડાની કાર્યવાહી થઇ છે અને સર્ચ ઓપરેશન ચાલી રહયું છે. વડોદરીયા પરીવાર કિરણ ભુપતભાઇ વડોદરીયા,

મનોજ ભુપતભાઇ વડોદરીયા, શૈલેષ અને રાજેશભાઇ ભુપતભાઇ વડોદરીયા, નેહા વડોદરીયા, નીલા વડોદરીયા, મીનાબેન વડોદરીયા, દિપ વડોદરીયા, મેઘાબેન વડોદરીયા, અલ્પાબેન વડોદરીયા,

સિધ્ધાર્થ વડોદરીયા સહિતના સમગ્ર વડોદરીયા પરીવારને ત્યાં આવકવેરાના વ્યાપક દરોડાથી અમદાવાદ મહાનગરમાં હલચલ મચી ગઇ છે અને ભારે ચર્ચા જાગી ઉઠી છે.

ઠેરઠેર આવકવેરાના અધિકારીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયો હતો અને સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. વડોદરીયા પરીવારની કંપનીઓ નીલા સ્પેસ લીમીટેડ,

બાગમાર નીલા પ્રોજેકટ, સમભાવ હાઉસ, ગુજરાત બ્રોડકાસ્ટસ પ્રા.લીમીટેડ, નીલા ઇન્ફ્રાટ્રકચર વગેરે સ્થળે આવકવેરાની સઘન અને વ્યાપક તપાસ આ લખાય છે ત્યારે હજુ ચાલુ છે.

કેટલી બિનહિસાબી મત્તામળી એ અંગે કોઇ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ મહાનગરની બિલ્ડર અને લેન્ડડિલર લોબીમાં ભારે સોપો પડી ગયો છે.

વેદ ટેકનોવર્કસ લીમીટેડ કંપનીમાં પણ કાર્યવાહી થઇ રહી છે. કેન્ટ રેસીડેન્સીયલ એન્ડ ઇન્ડસ્ટ્રીય પાર્ક, વાસુભુતી માર્કેટીંગમાં પણ આઇટીની તપાસ ચાલી રહી છે.

Read About Weather here

અન્ય લેન્ડ ડિલર વાસંતીબેન પાવરા, જગદીશ પાવરા, પ્રશાંત સરખેદી વગેરેને ત્યાં પણ વ્યાપક દરોડા પડયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here