અચાનક સામે આવ્યું મોત…!

અચાનક સામે આવ્યું મોત...!
અચાનક સામે આવ્યું મોત...!
ખરડ- લુધિયાણા હાઈવે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં બે રાહદારી અને 2 કાર સવાર સામેલ છે. રવિવારે બપોરે 2.30 વાગે CCTVમાં કેદ થયેલી આ દૂર્ઘટના હૃદયદ્રાવક છે.

Visit Saurashtra Kranti Homepage here

પંજાબના ખરડમાં એક પુરપાટ ઝડપે આવતી કારે રસ્તો ક્રોસ કરી રહેલા ડિવાઈડર પર ઉભેલા બે યુવકોને જોરદાર ટક્કર મારી આશરે 10 ફુટ સુધી હવામાં ઉછાળ્યા. આ ભયાનક દૂર્ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનામાં ચારના મોત થયા છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે.

એક પૂરપાટ સ્પિડે આવી રહેલી કાર ખરડથી લુધિયાણા તરફ જઈ રહી હતી. કાર યૂનિવર્સિટી પાસે પહોંચી તો અચાનક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું. કાર હાઈવે વચ્ચે લાગેલી સ્ટ્રીટ લાઈટનો પોલ તોડી ડિવાઈડર પર ચઢી ગઈ અને આશરે 12 વાર પલટી ખાઈને દૂર જઈ પડી. કાર ફુટઓવર બ્રિજ સાથે પણ અથડાઈ.

બે યુવકો હાઈવે ક્રોસ કરવા માટે ડિવાઈડર વચ્ચે ઉભેલા બે યુવકો સુરન્દર સિંહ અને જમીલ ખાને નિયંત્રણ ગુમાવેલી કારને પોતાની તરફ આવતી જોઈ લીધી તેથી તેઓ થોડા પાછળ પણ ખસ્યા પરંતુ હજી તો તે ખસવા જાય તે પહેલા કારે બંનેને ફંગોળાઈ દીધા.

બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયા છે, જેમાં બે કાર સવાર હતાં.ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે જ્યા ઘટના બની ત્યાં રોડની બાજૂમાં યુવક બાઈક લઈને ઉભેલો છે. કાર ડિવાઈડર કૂદીને બે યુવકોને ઉડાવે છે

ત્યારે કારનો કાટમાળ બાઈક સવારને વાગે છે જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે પરંતુ ઘટનાથી ગભરાઈને તે ઈજાગ્રસ્ત હોવા છતા ભાગી જાય છે. જોકે, હાજર લોકો ઈજાગ્રસ્તોને બચાવવા દોડે છે. બાઈક સવાર ઘટનાને લઈને હજી પણ ભયભીત જોવા મળે છે.

જે કારે અકસ્માત સર્જ્યો તે કારમાં 5 યુવક સવાર હતા. વિક્રમજીતને સિવિલ હોસ્પિટલથી ચંડીગઢ શિફ્ટ કરવામાં આવ્યો, જ્યા પહોંચ્યા બાદ ડોક્ટરે તેને પણ મૃત જાહેર કર્યો.

Read About Weather here

કારમાં દારુની તૂટેલી બોટલો મળી આવી છે. કાર ચાલક સંજીત કુમાર સિવાય વિક્રમજીત, રાહુલ યાદવ અને અંકુશ પણ ઈજાગ્રસ્ત થયા. તેમાંથી સંજીતનું ઘટનાસ્થળે મોત થયું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here