ૐ શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીય યુવા ટ્રસ્ટમાં હોદ્ેદારોની વરણી કરાશે

ૐ શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીય યુવા ટ્રસ્ટમાં હોદ્ેદારોની વરણી કરાશે
ૐ શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીય યુવા ટ્રસ્ટમાં હોદ્ેદારોની વરણી કરાશે

રાજકોટ જિલ્લામાં રહેતા શ્રીગૌડ પરિવારના 12 ગૌત્રના યુવાનોને મળશે તક

ૐ શ્રી ગુજરાતી શ્રીગૌડ માળવીય યુવા ટ્રસ્ટ રાજકોટ અગ્રણીઓની બેઠકમાં એક નિર્ણય નકકી કરવામાં આવ્યો હતો. તે નિર્ણય મુજબ પરિવારના યુવાનો માટે યુવા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. જેમાં હવે હોદ્ેદારોની વરણી કરાશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

આ યુવા ટ્રસ્ટ પરિવારની તથા સમાજની સેવાની ઉદ્દેશ્યથી શરૂ થયું છે.

યુવા ટ્રસ્ટમાં રાજકોટ જિલ્લામાં રહેતા બધા જ પરિવારના યુવાનોને તક મળશે. જેમાં 12 ગૌત્રના યુવાઓની વરણી જેમાં શાંડિલ્ય ગૌત્ર (કમળાભવાની માતાજી-ભટ્ટ પરિવાર), કૌશિક ગૌત્ર (નૃસિંહ ભગવાન-ભટ્ટ પરિવાર), ભારદ્વાજ ગૌત્ર (કનેશ્ર્વરી માતાજી-ભટ્ટ, ઉપાધ્યાય પરિવાર), સાંકૃતિ ગૌત્ર (મંગળાઈ ભવાની માતાજી-ભટ્ટ પરિવાર), મુદ્દગલ ગૌત્ર (જયદેવદાદા-પંડયા પરિવાર), કૌડિન્ય ગૌત્ર (બુટભવાની માતાજી-પાઠક પરિવાર), ભારદ્વાજ ગૌત્ર (સતી માતાજી-મહેતા પરિવાર), મોનસ ગૌત્ર (રત્નેશ્ર્વર દાદા-જોષી અને સંધાણીયા પરિવાર), મોનસ ગૌત્ર (અજરામર દાદા-જોષી અને સંધાણીયા પરિવાર), અત્રિ ગૌત્ર (આશાપુરા માતાજી-જોષી ચંદ્રાત્રી પરિવાર), પરાશર ગૌત્ર (ચામુંડા માતાજી-જોષી પરિવાર), ગર્ગસ ગૌત્ર (જેતલસરા દાદા-જોષી પરિવાર) નો સમાવેશ થાય છે.

Read About Weather here

યુવા ટ્રસ્ટના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ જણાવે છે કે યુવાઓના નામ મળ્યા બાદ બાર ગૌત્રને ભેગા કરાશે અને યુવાઓને તેમના અલગ હોદ્દા અપાશે. જેથી તા.31-1-2022 પહેલા નામ આપવા અપીલ છે. 2022 માં પરિવાર માટે કાર્યક્રમોની વણઝાર કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here