રેસ્ટોરામાં ગ્રાહકો પાસેથી લેવાતા સર્વિસ ચાર્જ ટુંક સમયમાં જ ગૈરકાનુની જાહેર થશે. હાલમાં જ સરકાર તથા ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન ઓફ ઈન્ડીયા વચ્ચે સર્વિસ ચાર્જના પેચીદા પ્રશ્ર્ન પર બેઠક યોજાઈ હતી અને તેમાં સરકારે આ પ્રકારના સર્વિસ ચાર્જ વસુલાય નહી તેવો આગ્રહ રાખ્યો હતો પણ એસો. દ્વારા દલીલ કરવામાં આવી કે જો કોઈ ગ્રાહક આ સર્વિસ ચાર્જ આપવા માંગતા ન હોય.
Visit Saurashtra Kranti Homepage here
તો તેને બિલમાંથી દુર કરી દેવાશે. એસો.ની એ દલીલ પણ હતી કે જયાં જયાં ગ્રાહકોને નસર્વિસથ મળે છે તેમાં ટ્રાવેલ બુકીંગ રેલ્વે-વિમાની પ્રવાસી બુકીંગ કરતા એપ્લીકેશન વિ. સર્વિસ ચાર્જ વસુલે છે.પરંતુ સરકાર માને છે કે રેસ્ટોરામાં ભોજન પીરસાતું હોય ત્યાં સર્વિસ ચાર્જ યોગ્ય નથી અને હવે ટુંક સમયમાં જ આ પ્રકારના સર્વિસ ચાર્જને ગેરકાનુની જાહેર કરાશે જેના કારણે હોટેલ-રેસ્ટોરામાં બિલ સાથે આ પ્રકારના ચાર્જ વસુલ કરી શકાશે નહી.
Read About Weather here
2017માં ગ્રાહક બાબતોના મંત્રાલયે રેસ્ટોરા, હોટલ બિલમાં સર્વિસ ચાર્જ વસુલવા અંગે એક માર્ગરેખા નિશ્ચીત કરી હતી અને જયારે બિલીંગ બને તો સર્વિસ ચાર્જની કોલમ ખાલી છોડીને જો ગ્રાહક આપવા ઈચ્છે તો તે આપશે અને તે પણ ચાર્જ ગ્રાહક નકકી કરશે અને જો કોઈ હોટલ-રેસ્ટોરા આ પ્રકારના ચાર્જ ફરજીયાત વસુલ કરે તો આ મુદે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકાશે. પરંતુ મોટાભાગના હોટેલ-રેસ્ટોરામાં આ પ્રકારના ચાર્જ વસુલાય છે અને ગ્રાહક તેનો વિરોધ કરે તો પણ માન્ય રાખતા નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here