હોકીને રાષ્ટ્રીય રમત ગણવાની અરજી નકારી કાઢતી સુપ્રીમ

હોકીને રાષ્ટ્રીય રમત ગણવાની અરજી નકારી કાઢતી સુપ્રીમ
હોકીને રાષ્ટ્રીય રમત ગણવાની અરજી નકારી કાઢતી સુપ્રીમ

કેન્દ્ર સરકારને આદેશ આપવાના અનુરોધ સાથે પી.આઈ.એલ થઇ હતી

હોકીને રાષ્ટ્રીય રમત તરીકે માન્યતા આપવાની જાહેર હિતની એક અરજી આજે સુપ્રીમ કોર્ટએ નકારી કાઢી હતી. જસ્ટીસ ઉદય ઉમેશ લલિત, જસ્ટીસ રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટીસ બેલા ત્રિવેદીની બેન્ચએ વિશાલ તિવારીની નામના ધારાશાસ્ત્રીની પી.આઈ.એલ નકારી કાઢી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અરજદારે સુપ્રીમમાં એવી દલીલ કરી હતી કે, આપણે ત્યાં રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય ભાષા છે તો રાષ્ટ્રીય રમત કેમ ન હોય શકે? આ અંગે કેન્દ્ર સરકારને યોગ્ય આદેશ આપવા સુપ્રીમને અપીલ કરવામાં આવી હતી.

અરજીમાં એવું પણ જણાવ્યું હતું કે, ભારત અત્યારે ક્રિકેટમાં સુપરપાવર છે પણ ક્રિકેટનાં ઓછાયા હેઠળ હોકીની લોકપ્રિયતા ખતમ થઇ ગઈ છે. હોકીની રમતને મદદ મળતી નથી.

સુપ્રીમે અરજી નકારી કાઢતા એવી ટકોર કરી હતી કે, હોકી માટે લોકોને અંદરથી ઉત્સાહ હોવો જોઈએ.

મેરીકોમ જેવી ખેલાડી અનેક વિઘ્નો પાર કરીને આગળ આવી છે એટલે સુપ્રીમ કોર્ટ આ અંગે કઈ કરી શકે નહીં.

Read About Weather here

અરજદાર સાથે સહાનુભુતિ દર્શાવતા સુપ્રીમે દર્શાવ્યું હતું કે, અદાલત આવો કોઈ આદેશ સરકારને આપી શકે નહીં.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here