હે ભગવાન! રાજકોટમાં 34 અને ગુજરાતમાં 35ના કરૂણ મોત

178
રાજકોટ
રાજકોટ

રાજયમાં રસી, રેમડેસીવીર અને ફેબીફલુ દવાની અછત સર્જાયાના વાવડ

રાજયમાં અનેક ગામડાઓમાં જાહેર થયો સંયભૂ સ્વેચ્છીક બંધ જન જીવન પ્રભાવીત, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગરમાં કોરોના કેસોનો આકાશી છલાંગ : રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા 150 કેસ

Subscribe Saurashtra Kranti here

મહાનગરોના સ્મશાનોમાં લાશોના ખડકલા, 24 કલાક ચાલી રહેલી અંતીમ વિધિ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં 520, જામનગરમાં 203 નવા કેસો નોંધાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગુજરાતમાં કોરોનાએ હવે હદ વટાવી દીધી છે અને જેટ ગતીએ નવા કેસો અને મૃત્યુ આંકમાં વધારો થઇ રહયો છે. છેલ્લા 24 કલાકમાં જ રાજકોટમાં 34 દર્દીએ અને ગુજરાતમાં 35 દર્દીઓ કોરોનાના ખપ્પરમાં હોમાય ગયા હોવાનું નોંધાયું છે. આ રીતે છેલ્લ 24 કલાકમાં જ 19 માનવ જીદગીઓ કોરોના સામેનો જંગ હારી ગઇ છે. રાજયમાં કોરોના વેક્સિન તથા રેમડેસીવીર ઇન્જેકશનની અછત સર્જાય હોવાની ઘણા વિસ્તારોમાંથી ફરીયાદો ઉઠી છે. સુરત જેવા મહાનગરોમાં ફેબીફલુ નામની દવાની પણ ગંભીર અછત સર્જાય હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાતામં સુરત અને અમદાવાદની પરિસ્થિતિ દિવસે દિવસે વધુ ભયંકર બની રહી છે. સ્મશાનોમાં લાશોના ખડકલા થયા છે. અંતિમ વિધિ માટે સ્મશાનો માટે 24 કલાક કામગીરી ચાલી રહી છે. એજ રીતે ટેસ્ટીંગ બુથ પર લાંબી લાંબી કતારો લાગી રહી છે. સુરતમાં ગઇકાલે એક સ્મશાનમાં એક સાથે 19 મૃતદેહોને અગ્ની દાહ અપાયો ત્યારે કરૂણા સભર વાતાવરણ સર્જાયુ હતું.

સુરતમાં આજે એક જ પરીવારના ત્રણ સભ્યો કોરોનાને કારણે મૃત્યુ પામતા ભારે શોક છવાયો છે. માતા-પિતા અને કાકા કોરોનાનો ભોગ બની જતા પરીવારમાં કાળો કલ્પાત સર્જાયો છે. અમદાવાદ અને સુરત બન્નેમાં દૈનિક કેસોની સંખ્યા 900 નો આંકડો પાર કરી રહી છે. જેના કારણે રસી અને ઇન્જેકશનના પુરવઠા ઉપર પણ દબાણ આપી રહયું છે. જાણે ઇટાલી અને યુરોપ જેવા દ્રશ્યો મહાનગરોના સ્મશાનોમાં જોવા મળી રહયા છે. લાશોના ખડકલા જોઇને લોકો આકાશ તરફ જોઇ જાણે ભગવાનને વીનવણી કરી રહયા છે કે, બસ હવે બહુ થયું.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોનો આંકડો 4 હજારની સપાટી ઓળંગી ગયો છે કુલ 4655 કેસો નોંધાયા છે અને 35 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુ આંક વધીને 4655 થઇ ગયો છે. આણંદમાં રાત્રી કફર્યુ લાદી દેવામાં આવ્યો છે જેનો સમય લંબાવીને સાંજના 4 થી સવારના 6 સુધીનો કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.

અમદાવાદમાં આરટીપીસીઆર ટેસ્ટીંગ બુથ પર 3-3 દિવસનું વેઇન્ટીંગ જોવા મળી રહયું છે. ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 20 હજારનો આંકડો પાર કરી ગઇ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાજકોટમાં 520 કેસો નોંધાયા છે. જામનગરમાં 203, ભાવનગરમાં 84, જૂનાગઢમાં 77, મોરબીમાં 37, કચ્છમાં 41, સુરેન્દ્રનગરમાં 15, અમરેલીમાં 24, દ્વારકામાં 11 કેસો નવા નોંધાયા છે.

Read About Weather here

ગુજરાતમાં સૌથી વધુ અદમદાવાદમાં 977 કેસ, સુરતમાં 960, વડોદરામાં 490, ગાંધીનગરમાં 77, પાટણમાં 99 અને મહેસાણામાં 74 નવા કેસો નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં પણ અનેક ગામડાઓ જાતે લોકડાઉન જાહેર કરી રહયા છે. આજે ગોંડલ પાસેના અનીડા અને જામવાડી ગામોએ સ્વેચ્છીક લોકડાઉન જાહેર કર્યુ હતું. જૂનાગઢ પાસેના વડાલ અને મજેવડી ગામોમાં પણ લોકડાઉન જાહેર કરી દેવાયું છે. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુરતમાં વેક્સીનેશન ન થયું હોવા છતાં સર્ટિફીકેટ!!!
Next articleદેશમાં ઉભરાતો આંસુનો દરીયો, કોરોનાથી વધુ 780 મોત : 1.31 લાખથી વધુ નવા કેસ