હૃતિક રોશન શું ફરી પ્રેમમાં પડ્યો…?

હૃતિક રોશન શું ફરી પ્રેમમાં પડ્યો...?
હૃતિક રોશન શું ફરી પ્રેમમાં પડ્યો...?
બંનેએ ચહેરા પર માસ્ક પહેર્યા હતા અને તેથી જ ખ્યાલ ના આવ્યો કે આખરે આ યુવતી કોણ હતી?હૃતિક રોશનનો મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો વાઇરલ થતાં જ સો.મીડિયા યુઝર્સ એ જાણવા માટે આતુર છે કે આખરે આ યુવતી કોણ છે? કેટલાંક યુઝર્સ માની રહ્યા છે કે હૃતિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે. બોલિવૂડ એક્ટર હૃતિક રોશન 28 જાન્યુઆરીની રાત્રે મુંબઈની રેસ્ટોરાંની બહાર જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હૃતિક જ્યારે રેસ્ટોરાંની બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. એક્ટરે મિસ્ટ્રી ગર્લનો હાથ પકડ્યો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. આટલુ જ નહીં હૃતિક મિસ્ટ્રી ગર્લને ફોટોગ્રાફર્સથી બચાવતો જોવા મળ્યો હતો. એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘શું હૃતિક ડેટિંગ કરી રહ્યો છે?’ અન્ય એકે કહ્યુ હતું, ‘આ કોણ છે?’કેટલાંક યુઝર્સને આ વીડિયોમા એક્ટરની પિતરાઈ બહેન તથા રાજેશ રોશનની દીકરી પશ્મીના પણ જોવા મળી હતી.

કેટલાંકે મિસ્ટ્રી ગર્લની ઓળખ જાહેર કરવાનો પ્રયાસ કરીને કહ્યું હતું કે આ યુવતી સબા આઝાદ છે અને તે યંગ મ્યૂઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઈમાદ સાથે કામ કર્યું છે.હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા.

ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. ડિવોર્સ બાદ સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાન ગોનીને ડેટ કરે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. ફિલ્મમાં માધવન એક પોલીસ ઓફિસર અને સેતુપતિએ ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો હતો.

Read About Weather here

ફિલ્મના ડિરેક્ટર પુષ્કર અને ગાયત્રી છે. તેમણે ઓરિજિનલ તમિળ ફિલ્મ બનાવી હતી.બંને અવાર-નવાર સાથે જોવા મળે છે.હૃતિક ‘વિક્રમ વેધા’માં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિકે વેધાનો રોલ પ્લે કર્યો છે અને વિક્રમના રોલમાં સૈફ અલી ખાન છે. રાધિકા આપ્ટે પણ છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022માં વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here