અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અપાતી રોજગારલક્ષી તાલીમ
શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સમાજમાં કુશળ કારીગરોની અછત દૂર કરવા અને યુવાનોને ઇલેકટ્રીકલ વ્યવસાયલક્ષી ટુંકાગાળાની તાલીમ આપીને સ્વરોજગારથી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ઇલેકટ્રીકલ વ્યવસાયલક્ષી હુન્નરશાળા શરૂ કરવામાં આવી છે.
હુન્નરશાળાના બેઝીક કોર્સમાં ઇલેક્ટ્રીસીટીનો પરિચય, ઇલેકટ્રીસીટી સાથે કામ લેતી વખતે સાવચેતીના પગલાં, સીંગલ ફેઇઝ હાઉસ વાયરીંગ, ટ્યુબ લાઇટ, એલઇડી લેમ્પ, ફેન રેગ્યુલેટર, ઇલેક્ટ્રીક ડોરબેલ, મિક્ષર, ગ્રાઇન્ડર, હેન્ડબ્લેન્ડર, ઇલેકટ્રીકગીઝર, વોટર હીટર, ઇસ્ત્રી, સેન્ડવીચ મેકર, ટોસ્ટર, મચ્છર રેકેટ, હેન્ડટોર્ચ, લેમ્પ, સીરીઝ લાઇટ, સિલાઇ મશીનની મોટર, પાણી ચઢાવવાની મોટર જેવા સાધનોનું રીપેરીંગ નજીવી ફીમાં શીખવવામાં આવે છે.
બેઝીક કોર્સ એક જ મહિનામાં શીખવી દેવાનો પ્રયત્ન થાય છે.આ બેઝીક કોર્સ કર્યા પછી વોશીંગ મશીન, ઘરઘંટી, ફ્રીજ, એરકંડીશનર, સબમર્સીબલ પંપ, આર.ઓ. ફીલ્ટર જેવા સાધનોના એડવાન્સ કોર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. રેસકોર્ષ સ્થિત અરવિંદભાઈ મણિઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઉપક્રમે બાબુભાઈ ચેખલીયાની સ્મૃતિમાં આ અભ્યાસક્ર્મ શરૂ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
ડો. કથીરિયા, લાયન્સના પાસ્ટ ડી.ગવર્નર હિતેષ કોઠારી અને શૈલેષભાઈ, પ્રભાતભાઈએ મુલાકાત લઈ શિક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સંજયભાઈ ચેખલીયા દ્વારા કોઠાસૂઝ અને વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી ટેકનિકલ માર્ગદર્શન અને પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. લાયન્સ પરિવાર અને અન્ય સામાજીક સંસ્થાઓના સહયોગની ઘોષણા કરી હતી.
Read About Weather here
હેમંત ત્રિવેદી, લક્ષ્મણભાઈ મકવાણા અને સંજયભાઈ ચેખલીયા આ પ્રોજેકટની સફળતા માટે સતત પ્રયાસરત છે. વધુ માહિતી માટે 9499735935 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here