હું ભુપેન્દ્ર રજનીકાંત પટેલ…

હું ભુપેન્દ્ર રજનીકાંત પટેલ…
હું ભુપેન્દ્ર રજનીકાંત પટેલ…

રાજયના 17માં નવા મુખ્યમંત્રીની શપથવિધિ
આજે બપોરે 2:20 કલાકે રાજભવનમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા ભુપેન્દ્ર પટેલ: રાજયના 17માં અને પાટીદાર સમાજના પાંચમાં મુખ્યમંત્રી
વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માનતા ભુપેન્દ્ર પટેલ: શપથ વિધિમાં અમિત શાહ અને ચાર રાજયોના મુખ્યમંત્રીઓની ખાસ હાજરી
ફરી છલકી ઉઠયું નીતિન પટેલનું દર્દ
મતદારોના દિલમાંથી મને કોઇ કાઢી નહીં શકે
હું મહેસાણાનો છું અને મહેસાણાનું પાણી પીધુ છે
મંત્રી મંડળ માટે ચર્ચાતા નવા નામ

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે પસંદ થયેલા ભાજપના એક વરિષ્ઠ નેતા અને ધાતલોડીયા વિસ્તાર અમદાવાદના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે આજે રાજયનાં 17માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ રાજયના પાંચમાં પાટીદાર મુખ્યમંત્રી બન્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબને પટેલના વિશ્ર્વાસુ મનાતા ભુપેન્દ્ર પટેલ રાજયના બીજા કડવા પાટીદાર મુખ્યમંત્રી છે. આજે રાજભવનમાં બપોરે 2:20 વાગ્યે ગર્વનર આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલે હોદ્ાના શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ચાર રાજયોના મુખ્યમંત્રીઓ, પક્ષના સાંસદો અને ધારાસભ્યો હાજર રહયા હતા.

ગુજરાતના રાજકારણને નવો વળાંક આપનારી ઘટના બની છે અને તેના પગલે રાજયનાં મુખ્ય વહીવટી નેતા તરીકે ભાજપે વધુ એક વખત પાટીદારનું નામ પસંદ કરીને ચૂંટણીઓ પહેલા પાટીદાર પત્તુ રમતું મુકયું છે.

ગુજરાતમાં લગભગ 80 વિધાનસભા પર વચસ્વ ધરાવતા પાટીદાર સમાજના નેતાને મુખ્યમંત્રી પદની લગામ સોંપીને ભાજપે પાટીદારોને રીઝવાવનું રાજકીય ગણીત માંડયું છે એવું નિરિક્ષકોનું માનવું છે.

મુખ્યમંત્રી પદેથી રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધા બાદ નવા નેતા કોણ બનશે? તે વિશે જાતજાતની અટકો શરૂ થઇ ગઇ હતી. ખુદ ભાજપ અને મીડિયામાં મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે અનેક નામોની ચર્ચા શરૂ થઇ ગઇ હતી.

કેટલાય દાવેદારોના નામ ચર્ચાની એરડે ચડયા હતા પરંતુ એ તમામ દાવેદારોના નામ હાંસીયામાં ધકેલાય ગયા અને એક નવું જ નામ ઉભરીને સામે આવતા ભાજપે તેની પરંપરા મુજબ રાજકીય આશ્ર્ચર્યનો આંચકો આપ્યો છે.

ધાટલોડીયામાંથી પહેલી વખત જ 2017માં વિધાનસભાની ચૂંટણી લડેલા ભુપેન્દ્ર રજનીકાંત પટેલ એ વખતે ગુજરાતમાં સૌથી વધુ લીડ મેળવીને પોતાની પહેલી જ ધારાસભા ચૂંટણી જીત્યા હતા.

ફરીએક વખત મુખ્યમંત્રી પદની દોડમાંથી બહાર થઇ ગયેલા અથવા બહાર કરી દેવામાં આવેલા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં એમના દર્દને બહાર વ્યકત કર્યુ હતું અને હૈયા વળાર ઠાલવી હતી કે, મારૂ સ્થાન મતદારોના દિલમાં છે,

અતુત છે, મને મતદારોના દિલમાંથી કોઇ કાઢી નહીં શકે. હું મહેસાણાનો છે અને મહેસાણાનું પાણી પીધુ છે.તેમણે મુખ્યમંત્રી તરીકે પસંદ થયેલા ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, ભુપેન્દ્રભાઇ મારા મીત્ર છે.

મારૂ નામ કયાંય જતુ રહયું નથી. મારા મતદારોના હદયમાં મારૂ સ્થાન હંમશા હતુ અને રહેશે.ધારાસભ્ય બન્યા પહેલા એમણે અમદાવાદ મહાનગર પાલિકામાં પણ કેટલાક હોદ્ા સંભાળ્યા હતા.

રાજકારણમાં ભાજપનાં સમર્પીત નેતા પૈકીના એક નેતા તરીકે એમની ગણતરી થાય છે. ભાજપનાં મોવડી મંડળે કોઇપણ રીતે ગણનામા કે ગણતરીમાં ન હતું એવું નામ પસંદ કરીને નવો રાજકીય જુગાર ખેલ્યો છે.

રાજકીય નિરિક્ષકો કહે છે કે, પાટીદારોના મતો અંકે કરવાનું રાજકીય ગણીત માંડવામાં આવ્યું છે. પાટીદાર સમાજના ધુરંધર કહેવાતા નામોની એક તબક્કે જોરશોરથી ચર્ચા થઇ રહી હતી

પરંતુ એ તમામ નામોને બાજુએ મુકી દેવામાં આવ્યા છે અને ખુદ પોતાને પણ ધારણા ન હતી એવા ધાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા નાથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ આડે એક વર્ષથી પણ ઓછો સમય રહયો છે ત્યારે પાટીદારોને રીઝવવા માટે એક નવું અને બિનવિવાદી પાટીદાર નામ પસંદ કરીને તમામ રાજકીય પક્ષો અને ખુદ ભાજપને પણ આશ્ર્ચર્યનો આંચકો આપ્યો છે.

ભાજપ મોવડીઓની આ પસંદથી ભાજપને આગામી ચૂંટણીઓમાં કેટલો અને કેટલો રાજકીય લાભ થશે એ ચર્ચાનો વિષય છે.

ભાજપે કોઇ રાજકીય જોખમ નહીં લેવાની ગણતરી માંડી હોય તેવું લાગે છે. કેમ કે, 2017માં વિધાનસભાની ચૂંટણીઓ સમયે ભાજપને કેટલીક બેઠકોનું નુકશાન થયું હતું. 16 જેટલી બેઠકો જે પાટીદારોના ગઢમાં હતી એ બેઠકો એ સમયે કોંગ્રેસે ખુચવી લીધી હતી.

આથી આગામી વિધાનસભા ચૂંટણીઓમાં એ નુકશાન સરભર કરવા અને પાટીદારોના મતો અંકે કરવાના રાજકીય વ્યૂહને ધ્યાનમાં રાખીને ભાજપની ટોચની નેતાગીરીએ વધુ એક વખત પાટીદાર પોલીટીકસનું સરણુ લીધુ છે.

આજે બપોરે 2:20 કલાકે ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે શપથ વિધિ લીધા હતા. એવો કાર્યક્રમ આજે જાહેર કરાયો છે. રાજભવનમાં યોજાનારા શપથ વિધિ સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત નવા મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા.

ત્યારબાદ મંત્રી મંડળની પસંદગીની કામગીરી થશે. વર્તમાન મંત્રી મંડળમાંથી અનેક મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શકયતા છે. યુવાનોને નવા ચહેરા તરીકે મંત્રી મંડળમાં સામેલ કરી તક આપવામાં આવે તેવી સંભાવના છે.

આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી રહયા છે. તેઓ શપથ વિધિમાં હાજરી આપશે. તદઉપરાંત કર્ણાટક, ગોવા, આસામ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ પણ આવે એવી શકયતા છે.

આજે મુખ્યમંત્રીની શપથ વિધિ થયા બાદ મંત્રીમંડળની રચના અંગે ખાસ બેઠક યોજાશે અને નવા મંત્રી મંડળની રચનાનો તખ્તો ગોઠવવામાં આવશે તેવું ભાજપના આંતરીક સુત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદગી થયા બાદ પહેલીવાર સત્તાવાર પ્રતિક્રિયા આપતા ભુપેન્દ્ર પટેલે પોતાની પસંદગી કરી મહત્વની જવાબદારી સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, મને આવી મોટી જવાબદારી મળશે તેનો મને કોઇ અણસાર ન હતો. ગુજરાતના વિકાસને વધુ વેગ સાથે આગળ લઇ જવાનું સંકલ્પબધ્ધતા તેમણે વ્યકત કરી હતી.

ભુપેન્દ્ર પટેલની વરણીના પગલે ધાટલોડીયા ખાતે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગપી પ્રસરી વળી હતી. એમના મત વિસ્તારમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થઇ મીઠાઇ વહેંચી હતી અને મોંઢા મીઠા કરાવ્યા હતા. જોરદાર આકાશબાજી કરવામાં આવી હતી.

ભુપેન્દ્ર પટેલના પરીવારજનોએ પણ ભારે ખુશાલી વ્યકત કરી હતી.ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓ પાટીદાર સમાજના પાંચમાં મુખ્યમંત્રી બનશે.

એમની વરણી જાહેર થયા બાદ ભાજપમાંથી એમના પર અભિનંદનોનો વરસાદ શરૂ થઇ ગયો હતો અને ભાજપનાં મંત્રીઓ, ધારાસભ્યો તથા અન્ય તમામ ટોચના નેતાઓને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણીને વધાવી લીધી હતી

અને વ્યાપક આવકાર આપ્યો હતો. ભાજપના મોટા ભાગના ધારાસભ્યોએ ભુ5ેન્દ્ર પટેલની પસંદગીને આવકારી હતી અને એમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, નવા બનનારા મુખ્યમંત્રીને બહોળો વહીવટી અનુભવ છે. ઋત્વીજ ત્રીવેદી, ભારતીબેન, જુણાજી ઠાકોર વગેરે આગેવાનોએ ભુપેન્દ્ર પટેલની વરણીને વધાવી લીધી હતી અને હર્ષની લાગણી વ્યકત કરી હતી.

વિદાય લહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગળે લગાડીને ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ પાઠવી અને પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે ગુજરાતના રાજકારણે કરવટ લીધી છે

અને પાટીદાર સમાજનું ફરી વખત વર્ચસ્વ સ્થપાયું છે. ભાજપે બરાબર ચૂંટણી સમયે રાજકીટ સોગઠી મારી છે. ગુજરાતના રાજકારણમાં 80 જેટલી બેઠકો પર પાટીદારોનું હંમેશા વર્ચસ્વ રહયું છે.

2017ની વિધાનસભા ચૂંટણીઓમાં 16 જેટલી બેઠકનું ભાજપને નુકશાન થયું હતું. એટલે આ વખતે ભાજપ કોઇ જોખમ લેવા માંગતું નથી એ નેતૃત્વ પરીવર્તનના ભાજપના ફેંસલાથી સ્પષ્ટ થાય છે.

આ નિર્ણયના કેટલા ફાયદા અને કેટલા નુકશાન એનું ગણીત રાજકીય નિષ્ણાંતો અને આગેવાનો અત્યારથી માંડી રહયા છે. વિરોધ પક્ષ કોંગ્રેસે ભાજપના ફેંસલાની ટીંકા કરી છે અને એવો આક્ષેપ કર્યો છે

કે, સરકારની નિષ્ફળતાઓને ઢાંકી દેવા માટે ભાજપે નેતાગીરીમાં ફેરફાર કર્યો છે. ખુદ ભાજપમાં નીતિન પટેલી સીવાય કોઇએ વિવાદી વિધાન કર્યુ નથી. ભાજપમાં કયાંય કોઇ ખુણેથી સામાન્ય વિરોધનો અવાજ પણ ઉઠયો નથી અને કેન્દ્રીય નેતાગીરીના નિર્ણયને સાગમટે વધાવી લેવામાં આવ્યું છે.

જે દર્શાવે છે કે, કેડર આધારીત આ પક્ષની સીસ્તના કાંગરા કદી કોઇ નિર્ણયથી ખરી જતા નથી.મુખ્યમંત્રી પદની મોટી જવાબદારી આજથી સંભાળી રહેલા ભુપેન્દ્ર પટેલે ખુબ ઓછા સમયમાં ધણી મોટી જવાબદારી નિભાવવાની આવી છે.

પરીવર્તન થયું છે પણ પડકાર યથાવત રહયા છે. ખેડૂતો, શિક્ષકો, સરકારી કર્મચારીઓમાં રોષ યથાવત છે. અલગ-અલગ કારણોસર અને ભિન્ન ભિન્ન માંગણીઓ સાથે અવાર-નવાર આંદોલનો થયા છે અને હજુ થઇ રહયા છે.

બેકારી અને મોંઘવારીની સમસ્યાથી લોકો પીડિત છે. આમ આદમી પાર્ટી અને ટીએમસી ગુજરાતના રાજકારણમાં ભાજપ સામે નવા પડકારો ઉભા કરી રહયા છે આ તમામ પડકારોને પહોંચી વળીને આગામી વિધાન સભાની ચૂંટણીઓનો સામનો કરવાનું અધરૂ કાર્ય અને જવાબદારી ભુપેન્દ્ર પટેલના શીરે નાખવામાં આવ્યા છે.

Read About Weather here

આ પડકારોને પહોંચી વળીને તેઓ કેટલા સફળ થાય છે અને ભાજપને કેવી રીતે સક્ષમ નેતૃત્વ પુરૂ પાડે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here