રવિ શાસ્ત્રીએ કહ્યું કે મને ઘણું દુઃખ થયું છે જેવી રીતે મને ટીમમાંથી હટાવી દેવાયો છે. આ મને યોગ્ય લાગી રહ્યું નથી. હું જ્યારે પહેલા ટીમને છોડીને ગયો ત્યારે ભારત મજબૂત ટીમ હતી.
Visit Saurashtra Kranti Homepage here
ઈન્ડિયન ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના કાર્યકાળ મુદ્દે ચોંકવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને ઈન્ટર્વ્યૂ આપતા કહ્યું કે ‘BCCIમાં ઘણા લોકો મને અને ભરત અરુણને કોચના રૂપે જોવા માગતા નહોતા, તમે જુઓ સ્થિતિ કેવી રીતે બદલાય છે.
જેમણે હું બોલિંગ કોચના રૂપમાં જોવા નહોતો માગતો, હવે તે ભારતનો સૌથી શાનદાર બોલિંગ કોચ બની ગયો છે.’ હું કોઈપણ વ્યક્તિનું નામ ન લઈ શકું, પરંતુ હું સ્પષ્ટપણે કહી શકું છું કે મને કોચનું પદ ન મળે તેના માટે સંપૂર્ણ પ્રયત્નો હાથ ધરાયા હતા.
મારા બીજા કાર્યકાળમાં હું ઘણા વિવાદોમાં ફસાયો હતો. જે લોકો મને બહાર રાખવા માગતા હતા તેમના માટે આ મારો આક્રમક જવાબ હતો.રવિ શાસ્ત્રીના કોચિંગમાં જ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં હરાવી અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.
‘એડિલેડ ટેસ્ટ 2014માં અમે એવો મેસેજ આપ્યો હતો કે આપણે આવી રીતે જ ક્રિકેટ રમવાનું છે. વળી ધોની પછી વિરાટ પાસે કેપ્ટનશિપ આવી ત્યારે ફરીથી મને અચાનક ટીમની બહાર કરી દેવાયો અને થોડા દિવસો પછી મને જાણ થઈ કે હવે હું આ ટીમનો ભાગ જ નથી. મને આ દરમિયાન કોઈએ કારણ પણ નહોતું જણાવ્યું’
Read About Weather here
શાસ્ત્રીએ આગળ કહ્યું કે જ્યારે હું મારા સફરની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે આ ટીમ સ્કોર ચેઝિંગમાં 300ના ટાર્ગેટ સામે 30-40 રન શોર્ટ રહી જતી હતી. અત્યારે આ ટીમ 328 રનનો ટાર્ગેટ પણ સરળતાથી ચેઝ કરી લે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here