દેબલિનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને પરિવારને આ પગલાં માટે જવાબદાર ગણાવ્યા હતા. બંગાળી એક્ટ્રેસ રાઈ દેબલિના ડે મોડલ તથા એક્ટ્રેસ છે. તાજેતરમાં તેણે ઊંઘની દવા ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પછીથી તેણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. સો.મીડિયા યુઝર્સે આ પોસ્ટની માહિતી પોલીસને આપી હતી.દેબલિનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો. આ જ કારણે મિત્રો સંપર્ક કરી શકે તેમ નહોતા. ત્યારબાદ કોઈકે પૂરબા જાધવપુર પોલીસ સ્ટેશનમાં ફોન કરીને મદદ માગી હતી.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસ તરત જ દેબલિનાના ઘરે ગઈ હતી અને દરવાજો તોડીને અંદર પ્રવેશી હતી.. અહીંયા તે ફ્લોર પર બેભાન અવસ્થામાં પડી હતી. પોલીસ સૂત્રોના મતે, એક્ટ્રેસે ઊઁઘની દવા લઈ લીધી હતી. એક્ટ્રેસ કોલકાતાના નયાબાદ વિસ્તારના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહે છે.પોલીસ દેબલિનાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીંયા તે હજી પણ ક્રિટિકલ સ્થિતિમાં છે.
પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યોની પૂછપરછ કરશે.દેબલિના મોડલ તરીકે કામ કરે છે. દેબલિનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મેં સર્વાઇવ કરવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો. મારો પરિવાર આ માટે જવાબદાર છે. હવે મારે શાંતિ જોઈએ છીએ. ગુડ બાય.’સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડાં દિવસ અગાઉ દેબલિનાએ પિતા પાસે નવું ફેશન બુટિક ખોલવા માટે પૈસા માગ્યા હતા.
Read About Weather here
જોકે, તેના પિતાએ ના પાડી દીધી હતી. તેને ભાઈ સાથે ઝઘડો થયો હતો. બીજા જ દિવસે તે કારમાં કોલકાતા પરત ફરી હતી અને તેણે તે રાત્રે ઊંઘની વધુ પડતી દવાઓ લઈ લીધી હતી.તેણે ફિલ્મ તથા ટીવીમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે. જોકે, દેબલિનાની આવક ઘણી જ ઓછી છે. આ જ કારણે તે પેરેન્ટ્સ પાસે પૈસા માગતી હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here