હિમાચલ પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

હિમાચલ પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
હિમાચલ પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે 62 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે મુખ્યમંત્રી જયરામ સિરાજ બેઠક પરથી ચૂંટણી લડશે તો અનિલ શર્માને મંડીની ટિકીટ અપાઈ છે. જયારે સતપાલસિંહ સતીને ઉનાથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ચૂરાહા સીટમાં હંસરાજ, ભરમોરથી ડો. જનક રાજ, ચંબાથી ઈન્દીરા કપુર, ડેલહાઉસીથી ડી.એસ.ઠાકુર સહિત કુલ 62 ઉમેદવારોને ભાજપે ટિકીટ આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મંગળવારે મોડી રાત્રે હાઈ કમાન્ડે આ જાહેરાત કરી હતી. જેમાં સીમલા ગ્રામીણથી વિક્રમાદીત્યસિંહ, નાદૌનથી સુખવિંદરસિંહ સબ્બુને ટિકીટ અપાઈ છે. ટુંક સમયમાં પાર્ટી બીજી યાદી જાહેર કરી શકે છે.હિમાચલપ્રદેશમાં 12 નવેમ્બરે વોટીંગ છે અને 8 ડિસેમ્બરે મતગણતરી સાથે પરિણામ જાહેર થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here