હિમાચલમાં મેઘ-પુર તાંડવ, 3 નાં મોત

હિમાચલમાં મેઘ-પુર તાંડવ, 3 નાં મોત
હિમાચલમાં મેઘ-પુર તાંડવ, 3 નાં મોત

અનેક કાર, વાહનો અને મકાનો પાણીમાં તણાયા : સતત ભારે વરસાદથી સર્જાતી અસહય પરિસ્થિતિ રાહત બચાવ કાર્યો શરૂ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી સહાયની બાતમી આપી

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા ભારે, જોરદાર, મુશળધાર વરસાદને પગલે પ્રચંડ પુર અને ભુસ્ખલનની આપત્તી સર્જાઇ છે. પરીણામે અનેક સ્થળે પ્રચંડ પુરમાં કાર સહિતના વાહનો અને અનેક મકાનો ધોવાઇ ગયા છે.

Subscribe Saurashtra Kranti here

ત્રણ વ્યકિતઓ લાપત્તા બની હોવાનું જાહેર થયું છે. ટુરીસ વિસ્તારોમાં ભારે પુર અને ભેખડો ધસી પડવાને કારણે તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાહત અને બચાવ કામગીરીનો આદેશ આપતા યુધ્ધના ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે.

સૌથી વધુ અસરગ્રસ્ત ધર્મશાળામાં એરપોર્ટ બંધ કરી દેવાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ હતું કે, કેન્દ્ર સરકાર રાજયને તમામ પ્રકારની મદદ કરી રહી છે. હિમાચલના કાગડા, શાહપુર પ્રાંત તથા મેકલીયોડ ગંજ વિસ્તારમાં 8 મકાનો, દુકાનો અને ગૌશાળા ધોવાઇ ગયા હતા.

વાદળ ફાટવાને કારણે કાંગડા અને શાહપુર બન્ને ખીણ વિસ્તારોમાં પ્રચંડ પુરથી સેંકડો ઠોર પણ તણાઇ ગયા હતા અથવા કાટમાળ હેઠળ દબાઇ ગયા હતા યુધ્ધના ધોરણે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. આજે સવાર સુધીમાં રેસ્કયુ ટીમોને કોઇ મૃતદેહો મળી આવ્યા ન હોતા.

ધર્મશાળા ડઝન બંધ બાઇક અને 4 મોટર પુરમાં તણાઇ ગયા હતા. બે ડઝનથી વધુ મકાનોને નુકશાન થયું હતું. હજુ ભારે વરસાદ પડી રહયો હોવાથી વધુ પુર આવવાની શકયતા છે. પ્રવાસન શહેર શીમલામાં હાઇ-વે પર ભુસ્ખલ થતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

નદી-નાળાઓ ભરચકર ઓવરફલો થઇ રહયા છે. લોકોને નદી અને ઝરણાની આસપાસ ન જવા રાજય સરકારે તાકિદ કરી છે. દિલ્હીમાં પણ મોડે મોડે આજે મેઘરાજાએ આગમન કરતા દિલ્હીવાસીઓને આકરી ગરમીથી રાહત મળી હતી.

વહેલી સવારથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ તુટી પડયો હતો. ભારે પવન અને ગાજ વીજ સાથે સમગ્ર દિલ્હી અને આસપાસમાં ગુરૂગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગોહાના, સોણીપત તથા હરીયાણાના રોહતકમાં પણ ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો.

Read About Weather here

હવામાન ખાતાની આગાહીઓ ખોટી પડયા બાદ દિલ્હીમાં પહેલીવાર ચોમાસાએ મોડી પણ એન્ટ્રી કરી દીધી છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતા અને સોસાયટીઓ જળબંબાકાર થઇ ગઇ હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here