એસપીએલના બીજા મેચમાં કચ્છ વોરીયર્સે ટોસ જીતીને પ્રતિસ્પર્ધી હાલાર હિરોઝને પ્રથમ દાવ લેવા મેદાનમાં ઉતારી હતી. પ્રથમ વિકેટ સસ્તામાં ખડી ગયા બાદ સ્નેલ પટેલે 50 દડામાં 13 ચોકકા સાથે 81 રન તથા ચિરાગ સીસોદીયાએ 49 દડામાં બે છગ્ગા તથા 8 ચોકકસાની મદદથી 71 રન સાથે સટાસટી બોલાવી હતી. મેદાનની ચારેકોર ઝડપી રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગના બીજા મેચમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડબ્રેક સ્કોર હાલાર હિરોઝના નામે નોંધાતો હતો. ગઈરાત્રે રમાયેલા પ્રીમીયર લીગના બીજા મેચમાં હાલાર હીરોઝે ઝમકદાર રમત વચ્ચે કચ્છ વોરીયર્સને 43 રને પરાસ્ત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here

આ દરમ્યાન હરિફ ટીમે બે-ત્રણ કેચ પણ પડતા મુકયા હતા. અંતિમ ઓવરોમાં હિતેન્દ્ર જાડેજાએ અણનમ 15 રન ઝુડયા હતા. કચ્છ વોરીયર્સ વતી કુશાંગ પટેલે બે તથા રમેશ પદિયાચીએ એક વિકેટ ઝડપી હતી.હાલાર હિરોઝે નિર્ધારિત 20 ઓવરમાં 197 રન બનાવ્યા હતા જે અત્યાર સુધીના એસપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બન્યો હતો. રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મેદાનમાં રમાઈ રહેલી સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગની તસ્વીર હાલાર હિરોઝના મેન ઓફ ધ મેચ જાહેર થયેલા સ્નેલ પટેલને એસોસીએશનના ખજાનચી શ્યામ રાયચુરા તથા સીનીયર સભ્ય મુકેશ શાહના હસ્તે ઈનામ અપાયુ હતું. 198 રનના વિશાળ જીત ટારગેટ સાથે મેદાને પડેલ કચ્છ વોરીયર્સની શરૂઆત જ નબળી રહી હતી અને સમયાંતરે વિકેટો ખડવા લાગતા ટીમ ભીંસમાં આવી ગઈ હતી.
Read About Weather here
ક્રિષ્ણકાંત પાઠકે 24 દડામાં બે છગ્ગા અને પાંચ ચોકકા સાથે 42 તથા સમર્થ વ્યાસે 26 દડામાં એક ચોકકા તથા બે છગ્ગા સાથે 34 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં વિહારસિંહ જાડેજાએ 21 દડામાં પાંચ ચોકકા સાથે 31 રન કર્યા હતા. નિર્ધારિત 20 ઓવરમાં ટીમ 8 વિકેટ ગુમાવીને 154 રન જ કરી શકી હતી અને હાલાર હિરોઝનો 43 રને વિજય થયો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3, સુનિલ યાદવે બે તથા અર્પિત વસાવડા તથા પાર્થ ચૌહાણે 1-1 વિકેટ લીધી હતી. હાલાર હિરોઝના સ્નેલ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here