હાર્ડવેરની 19 લાખની ચોરીમાં કર્મચારી સહિત ત્રણ પકડાયા

હાર્ડવેરની 19 લાખની ચોરીમાં કર્મચારી સહિત ત્રણ પકડાયા
હાર્ડવેરની 19 લાખની ચોરીમાં કર્મચારી સહિત ત્રણ પકડાયા

પાંચ લાખનો ભાગ પાડવા જીલ્લા ગાર્ડન પાસે ભેગા થયા ને એ-ડિવીઝન પોલીસે બાતમી પરથી પકડી લીધા

શહેરના કેનાલ રોડ પર આવેલી ચેતન હાર્ડવેર નામની દુકાનમાંથી પાંચ દિવસ પહેલા તા.4ના રાત્રીના સમયે થયેલી રૂ. 5,06,000ની રોકડની ચોરી થઇ હતી. એ-ડિવીઝન પોલીસે આ ભેદ ઉકેલી દૂકાનના જ એક કર્મચારી જંગલેશ્વરના શખ્સ સહિત ત્રણની ધરપકડ કરી રોકડ કબ્જે કરી છે. જો કે ચોરીનો આંક 19 લાખ હોવાનું અને બાકીના 14 લાખ પકડાયેલા પૈકીના બે શખ્સનો યુપીનો મિત્ર લઇને છનનન થઇ ગયાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે.

Read Saurashtra Kranti E-Paper here

આ બનાવમાં પ્રહલાદ પ્લોટમાં રહેતાં ચેતન હાર્ડવેરવાળા વિવેકભાઇ પંકજભાઇ કોટકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પ્રારંભે આંકડો રૂ. 5 લાખ હતો. પણ તપાસ કરતાં બીજા ખાનામાંથી પણ રોકડ ગઇ હોઇ કુલ રૂ. 19 લાખની ચોરી થયાનું જણાયું હતું.

ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ટીમ કામે લાગી હતી તે દરમિયાન હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ. સાગરદાન દાતીને બાતમી મળી હતી કે ચેતન હાર્ડવેરમાં જ કામ કરતો જંગલેશ્વર એકતા કોલોનીમાં રહતો ગુલામહુશેન ઉર્ફ મોહીન કાદરભાઇ બોઘાણી (ઉ.21) તથા તેના બે મિત્રો જંગલેશ્વર ગાંધી સોસાયટી મેઇન રોડ જ્ઞાનોદય સ્કૂલ પાસે રહેતો અવેશ ગફારભાઇ પીલુડીયા (ઉ.20) તથા જંગલેશ્વર-32માં રહેતો ઇમરાન કાદરભાઇ પીપરવાડીયા (ઉ.30) જીલ્લા ગાર્ડમાં પૈસાનો ભાગ પાડવા ભેગા થયા છે.

આ માહિતીને આધારે ત્રણેયને પકડી લઇ તલાશી લેતાં રૂ. 5,06,000ની રોકડ મળી હતી.

Read About Weather here

આકરી પુછતાછમાં આ ચોરી ચેતન હાર્ડવેરમાંથી કરી હોવાનું અને બાકીના 14 લાખ મુળ યુપીનો અઝીમ શમશાદ પઠાણ લઇને ભાગી ગયાનું કબુલ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here