હાફૂસ કિલોના ભાવ રૂ.1200-1500…!!

હાફૂસ કિલોના ભાવ રૂ.1200-1500…!!
હાફૂસ કિલોના ભાવ રૂ.1200-1500…!!

આશરે દસ વર્ષ પહેલાં એક બ્રિટિશર, એક જર્મન અને એક આફ્રિકને મલાયા મેંગો લિમિટેડની શરૂઆત કરી હતી. દેશમાં કેરીની સિઝન શરૂ  થવાની બાકી છે, પરંતુ આફ્રિકાથી

Visit Saurashtra Kranti Homepage here

મલાવી કેરીઓ વાશીની એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવી ગઇ છે.  તેનો સ્વાદ રત્નાગિરીની જાણીતી હાફૂસ કેરી જેવો જ છે તેથી આ કેરીની ખૂબ જ માગ રહે છે.

રત્નાગીરીમાં હાફૂસના વૃક્ષોમાંથી થોડી કલમો લઇને આફ્રિકાના મલાવી વિસ્તારમાં ૨૬ એકરના ખેતરમાં તેનું વાવેતર કરવાનું શરૂ કર્યું હતું. જે હાલમાં ૬૦૦ હેકટરમાં વાવેતર કરવામાં આવે છે. સતત ચોથા વર્ષે પણ મલાવી કેરી દેશમાં આવી છે. 

મલાવી કેરીના આશરે ૨૩૦ બોકસ બુધવારે એપીએમસી માર્કેટમાં પહોંચી ગયા છે. ‘મલાવી કેરીઓ ૧૫, ડિસેમ્બર સુધી જ મળશે. વિમાની સેવાઓ એનિયમિત હોવાથી કેટલી કેરીઓ આવશે  એનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. તેમછતાં સરેરાશ રોજ લગભગ કેરીના ૭૦૦ બોકસ વેપાર માટે ઉપલબ્ધ થશે,’ એમ એપીએમસી ફ્રૂટ માર્કેટના વેપારી સંજય પાનસરે જણાવ્યું હતું.

વેપારીઓ મલાવી કેરીની રાહ જુએ છે કે કારણકે બન્ને દેશોમાં વાવેતરની સિઝન અલગ-અલગ છે. ભારતમાં કેરીની સિઝનની શરૂઆત જાન્યુઆરી મહિનામાં થાય છે જયારે મલાવી કેરી નવેમ્બરમાં આવે છે, તેથી બન્ને વચ્ચે જાત વચ્ચે કોઇ કલેષ જોવા મળતો નથી.

વિમાની સેવા નિયમિત નથી, ટ્રાન્સપોર્ટસના એર ફ્રેઇટ ચાર્જીસ, ઇમ્પોર્ટ ડયુટી, માલ ચઠાવા-ઉતારવાની મજૂરી વગેરે ખર્ચાઓમાં વધારો થયો છે તેથી આ વર્ષે મલાવી કેરીનો ભાવ વધારે છે.

Read About Weather here

આ વર્ષે મલાવી કેરી ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે માર્કેટમાં મળે છે. તેના મધર પ્લાન્ટ ભારતના છે તેથી તેની સુગંધ પણ હાફૂસ જેવી જ આવે છે,’ એમ સંજય પાનસરે જણાવ્યું હતું.આફ્રિકાના મલાવીમાં રેતી અને હવામાન ભારત જેવું જ છે, તેથી એનો સ્વાદ લગભગ હાફૂસ કેરી જેવો જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here