હાથીના હુમલાથી બચવા માટે તે વ્યક્તિ દોડતાં-દોડતાં પડી જાય છે. તે ફરી ઊભી થાય છે અને ભાગે છે, પરંતુ તે ફરીથી પડી જાય છે. આસામના ધુબરી જિલ્લામાંથી એક વ્યક્તિ પર હાથીનો હુમલો કરતો વીડિયો સામે આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આમાં એક હાથી એક વ્યક્તિની પાછળ દોડતો નજરે પડી રહ્યો છે. આજુબાજુ કેટલાક અન્ય લોકો પણ હાજર છે, જેઓ હાથીને ભગાડવા માટે મોટા અવાજો કરી રહ્યા છે તેમજ કેટલાક લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત છે.
ફરી એક વખત ઊભા થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તો હાથી તેની પાસે પહોંચી જાય છે. રોષે ભરાયેલો હાથી તેની પર અનેક વખત હુમલો કરે છે.
આ ઘટના ધુબરીના તામાંરહાટ વિસ્તારના એક ગામની છે.
18 ડિસેમ્બરની આ ઘટના અંગે વન અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાથીને જંગલ તરફ ભગાડી દેવામાં આવ્યો છે. ગામના લોકોએ હવે ડરવાની જરૂર નથી, જોકે સાવધાની રાખવી જરૂરી છે.
Read About Weather here
હાથીએ જે વ્યક્તિ પર હુમલો કર્યો હતો, તે વ્યક્તિની ઉંમર 30 વર્ષ હોવાનું જણાવાયું છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here