મંગળવારે ગંગા નદીમાં અચાનક પાણી વધવાથી રાધોપુર ક્ષેત્રમાં હાથીની સાથે મહાવત ફંસાઈ ગયો હતો. બિહારના વૈશાલીના રાધોપુરમાં મહાવતને પોતાની પીઠ પર બેસાડીને હાથીએ તરીને ગંગા પાર કર્યાનો એક વીડિયો બહાર આવ્યો છે. એ પછી મહાવતે હાથીની સાથે ગંગાને પાર કરવાનો નિર્ણય લીધો હતો. એ પૂરના પગલે તોફાની બનેલી ગંગામાં હાથીની પીઠ પર બેસીને બીજા કિનારા સુધી પહોંચ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મહાવત હાથીની સાથે આવ્યો હતો. અચાનક જ ગંગામાં પાણી વધી ગયું અને બંને ફંસાઈ ગયા હતા. હાથીને બહાર કાઢવા માટે મોટી હોડીની જરૂર હતી. મહાવત હાથીની ડોક પર કાન પકડીને બેસી રહ્યો હતો.
Read About Weather here
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘણી વખત એવું લાગ્યું કે બંને નદીના વહેણમાં તણાઈ જશે. હાથીએ રુસ્તમપુર ઘાટથી પટના જેઠુકી ઘાટની વચ્ચેનું એક કિલોમીટર જેટલું અંતર તરીને કાપ્યું હતું.મહાવતની પાસે ખાવાનો વધુ સામાન પણ નહોતો અને પૈસા પણ નહોતા. એ પછી તેણે હાથીની સાથે નદી પાર કરવાનું નક્કી કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here