હવે રૂ.1 માં નહીં મળે માચિસનું બોકસ…!

હવે રૂ.1 માં નહીં મળે માચિસનું બોકસ...!
હવે રૂ.1 માં નહીં મળે માચિસનું બોકસ...!

ગુરુવારના રોજ સિવાકાસી ખાતે ઓલ ઈન્ડિયા ચેમ્બર ઓફ માચિસની મીટિંગ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે, તાજેતરમાં માચિસના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલની કિંમતમાં વધારો થવાને કારણે ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્પાદકોનું કહેવું છે કે, માચિસ તૈયાર કરવા માટે ૧૪ પ્રકારના કાચા માલની જરુર પડે છે. અત્યાર સુધી તમે એક રુપિયામાં માચિસનું બોકસ ખરીદતા હતા, પરંતુ ચૌદ વર્ષ પછી તેની કિંમતમાં પણ વધારો થવાનો છે.

માચિસ બનાવતી પાંચ મોટી કંપનીઓના અધિકારીઓએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે પહેલી ડિસેમ્બરથી માચિસની કિંમતમાં એક રુપિયાનો વધારો કરવામાં આવશે. માટે હવે માચિસનું બોકસ એક નહીં પણ બે રુપિયામાં મળશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭માં માચિસની કિંમતમાં ૫૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

રેડ ફોસ્ફરસની કિંમત ૪૨૫ રુપિયા પ્રતિ કિલોથી વધીને ૮૧૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. વેકસની કિંમત ૫૮ થી વધીને ૮૦, બોકસના બહારના ભાગની કિંમત ૩૬થી વધીને ૫૫, ઈનર બોકસ બોર્ડની કિંમત ૩૨થી વધીને ૫૮ થઈ ગઈ છે.

પેપર, પોટેશિયમ કલોરેટ અને સલ્ફરના ભાવમાં પણ ૧૦મી ઓકટોબરથી વધારો થયો છે. આ સિવાય ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાને કારણે પણ ઉત્પાદનનો ખર્ચ ઘણો વધી ગયો છે.

માત્ર તમિલનાડુની વાત કરીએ તો, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લગભગ ચાર લાખ લોકો માચિસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને તેમાં ૯૦ ટકાથી વધારે મહિલાઓ છે. પગાર ઓછો મળતો હોવાને કારણે દ્યણાં કારીગરો કામ છોડીને જતા રહે છે

અને ખેતરોમાં કામ કરવાનું પસંદ કરે છે. માટે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આશા છે કે, કારીગરોને પૂરતો પગાર આપવામાં આવશે તો તેમને આ કામમાં રસ જળવાયેલો રહેશે.

નેશનલ સ્મોલ મેચબોકસ મેન્યુફેકચરર્સ અસોસિએશનના સેક્રેટરી વી.એસ.સેતુરાથીનમે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ઉત્પાદકો અત્યારે માચિસના ૬૦૦ બોકસનું એક બન્ડલ ૨૭૦થી ૩૦૦ રુપિયામાં વેચે છે.

Read About Weather here

એક બોકસમાં ૫૦ સળીઓ હોય છે. અમે વેચાણ કિંમતમાં લગભગ ૬૦ ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી એક બંડલની કિંમત ૪૩૦-૪૮૦ રુપિયા થઈ જશે. આમાં ટ્રાન્સપોર્ટેશન અને જીએસટી ઉમેરવામાં નથી આવ્યા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here