હવે મોબાઈલ કમ્પનીયોને પણ ભાવ વધારવાની ચાનક ચડી…!

હવે મોબીલે કમ્પનીયોને પણ ભાવ વધારવાની ચાનક ચડી...!
હવે મોબીલે કમ્પનીયોને પણ ભાવ વધારવાની ચાનક ચડી...!
કંપનીએ આજે એક્સચેન્જ ફાઈલિંગમાં તેની જાણકારી આપી. નવા પ્લાન 25 નવેમ્બરથી લાગુ થઈ જશે. એરટેલે કંપનીએ તેના પ્રીપેડ પ્લાન્સમાં ટેરિફ દરમાં 25% વધારો કર્યા બાદ હવે વોડાફોન આઈડિયા (Vi)એ તેના પ્રીપેડ પ્લાન્સના ટેરિફ દરમાં 20થી 25% સુધીનો વધારો કર્યો છે.  

Visit Saurashtra Kranti Homepage here

કંપનીએ જણાવ્યું કે, નવા પ્લાનથી એવરેજ રેવેન્યુ પર યુઝર (ARPU)ની પ્રક્રિયામાં સુધારો થશે. તેનાથી કંપનીને નાણાકીય સંકટ દૂર કરવામાં મદદ મળશે.વોડાફોન આઈડિયાની પાસે સમગ્ર દેશના 27 કરોડ વાયરલેસ યુઝર્સ છે. તેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ બંને સામેલ છે.

એટલે કે વધેલી કિંમતોની અસર વોડાફોનના તમામ પ્રીપેડ યુઝર્સ પર થશે. એરટેલ અને Vi બાદ હવે રિલાયંસ જિયો પણ પોતાના પ્રીપેડ પ્લાન્સને મોંઘા કરી શકે છે. અત્યારે જિયોના પ્રીપેડ પ્લાન્સ સૌથી સસ્તા છે.

વોડાફોન-આઈડિયાના યુઝર્સને હવે મોંઘા 79 રૂપિયાવાળા પ્લાન માટે 99 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે તેના સૌથી સસ્તા પ્લાનમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

તેમજ વાર્ષિક વેલિડિટીવાળા 2399 રૂપિયાવાળા પ્લાન માટે હવે 2899 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે તેને 500 રૂપિયા વધારે આપવા પડશે. કંપનીના ટોપ-અપ પ્લાનને પણ મોંઘા કરી દેવામાં આવ્યા છે.

ભારતી એરટેલે કહ્યું કે, એક સારા અને સ્વસ્થ બિઝનેસ મોડલ માટે દર વધારવા જરૂરી હતા. એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી તે વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ.

જેથી કંપનીઓને ઈન્વેસ્ટ કરેલી રકમ પર યોગ્ય રિટર્ન મળી શકે. જિયોમાં ડેઇલી 1.5GBવાળા 84 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 555 રૂપિયા છે, એરટેલના ગ્રાહકોને આ માટે 719 રૂપિયા ખર્ચવા પડશે.

Read About Weather here

આ વધારા પછી એરટેલના પ્રીપેડ પ્લાન્સ જિયોની સરખામણીએ 30થી 50% સુધી મોંઘા થઇ જશે. જિયોનો 2GB અને 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન 129 રૂપિયાનો છે, એરટેલના આ પ્લાનની કિંમત 179 રૂપિયા થઈ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here