હવે તો હદ થઇ! ગાંજાની હેરફેર માટે એમેઝોનનો આબાદ ઉપયોગ

હવે તો હદ થઇ! ગાંજાની હેરફેર માટે એમેઝોનનો આબાદ ઉપયોગ
હવે તો હદ થઇ! ગાંજાની હેરફેર માટે એમેઝોનનો આબાદ ઉપયોગ

20 કિલો ગાંજો કંપની મારફત મોકલનારા 2 શખ્સોની ધરપકડ: મધ્યપ્રદેશમાં બહાર આવ્યું નવતર પ્રકારનું કૌભાંડ: પોલીસ સ્તબધ્ધ

દરિયા માર્ગે બોટ કે શિપ મારફત અથવા તો કાર યા અન્ય વાહનોમાં ભરીને નશીલા પદાર્થોની હેરફેર થતી હોવાનું આપણે અત્યાર સુધી જોતા સાંભળતા આવ્યા છીએ.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ ડ્રગ્સ માફીયા ટોળકીઓ અને ટ્રેડલર ડ્રગની હેરફેર માટે કોઈ ઈ-કોમર્સ કંપનીનો જ દૂરઉપયોગ કરી નાખે એવું તો પોલીસે પણ વિચાર્યું નહીં હોય. પણ ના, આ હકીકત છે

અને આવું એક ચોકાવનારું કૌભાંડ મધ્યપ્રદેશની પોલીસે પકડી પાડ્યું છે. એમેઝોન ઓનલાઈન કંપની મારફત આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમ માંથી 20 કિલો

ગાંજાનો જથ્થો સિફત પૂર્વક પેકિંગ કરીને એમેઝોન મારફત મધ્યપ્રદેશમાં ઘુસાડી દેવાયાનું નવતર કૌભાંડ બહાર આવ્યું છે. મધ્યપ્રદેશ પોલીસે ઓનલાઈન ગાંજાનો જથ્થો મંગાવનાર બે શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે છેલ્લા 4 મહિનામાં એમેઝોન ઈ-કોમર્સ કંપની મારફત એક ટન જેટલો ગાંજો મધ્યપ્રદેશ લાવવામાં આવ્યો હતો.

ડ્રગ્સની હેરફેરનો આ નવતર તરીકો ગોતી કાઢનાર ગ્વાલિયરનાં સુરજ ઉર્ફે કલ્લુ પાવૈયા તથા ભીંડ જિલ્લાનાં પીન્ટુ ઉર્ફે બ્રિજેન્દ્રસીંઘ તોમરની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને 20 કિલો ગાંજાનો જથ્થો પણ કબ્જે લીધો હતો

તેમ ભીંડનાં પોલીસ વડા મનોજકુમાર સીંઘે જણાવ્યું હતું. આ રીતે ડ્રગ્સની હેરફેર કરનારા ગઠીયાઓએ વિશ્ર્વનાં સૌથી સમૃધ્ધ ધનપતિની કંપનીને મોટું કલંક લગાડી દીધું છે.

આ ટોળકીનાં ત્રીજા સાગરિકને પોલીસે હરિદ્વારથી દબોચી લીધો હતો. એમેઝોન કંપનીને આ ટોળકી એવું કહેતી હતી કે બોક્ષમાં ઔષધીય દવાઓ ભરેલી છે

Read About Weather here

અને જુદા-જુદા રોગ માટે ઔષધીનાં પાંદડા ભરેલા છે. કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સુરજે એક પોર્ટલનો બારકોડ પણ ઉભો કરી દીધો હતો અને એમેઝોન કંપનીને ઉલ્લુ બનાવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here