હળવદમાં મેઘો મન મૂકીને વરસ્યો

હળવદમાં મેઘો મન મૂકીને વરસ્યો
હળવદમાં મેઘો મન મૂકીને વરસ્યો

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નિચાણવાળા વિસ્તારમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા

હળવદમાં રવિવાર વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.જોત જોતા 2 ઈંચ વરસાદ વરસી ગયો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં

Visit Saurashtra Kranti Homepage here

નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય ગયા હતા. હળવદના શકિત ટોકીઝ પાસે, સરા રોડ. રેલ્વે સ્ટેશન રોડ. નવનિર્માણ સ્કુલ બસ સ્ટેશન રોડ,કુભારપરા,ખરાવાડ, સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.

હળવદ ગ્રામ્ય પથકમાં નદીનાળામાં નવા નીર વહેતા થયા હતા. ગામડાઓ અને શહેરમાં વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા અને વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેર માં વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદ થતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી વરસાદી વાતાવરણને પગલે ગરમીમાં પણ થોડી રાહત જોવા મળી હતી.

છેલ્લા ત્રણ દીવસથી મેધરાજાએ ગાજવીજ કડાકાભડાકા સાથે એન્ટ્રી કરી હતી.સતત ત્રીજા દીવસે બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન પ્લાન નો ફીયાસકો જોવા મળ્યો હતો.

Read About Weather here

ગાજવીજ સાથે મેધરાજાએ તડાફડી સાથે એન્ટ્રી કરતા માલધારીઓ માં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. દિવસભર શહેરમાં અને પંથકમાં વરસાદી માહોલ જોવા મળયો હતો.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here