તંત્ર દ્વારા ફુટપાથ ખુલ્લી કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવા શહેરીજનોની માંગ
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે સાથે સાથે ઠેરઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
Subscribe Saurashtra Kranti here
ફૂટપાથ પર વેપારીઓ દ્વારા માલ સામાન ગોઠવી ખુલ્લેઆમ દબાણ કરે છે એક તો શેરની બજાર સાંકડી છતાં પણ દુકાનદારો દ્વારા ગેરકાયદેસર દબાણ કરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરે છે પરંતુ શહેરમાં અનેક સ્થળે તૂટેલી ફૂટપાથ અને તેના પર ઠેરઠેર જગ્યાએ દબાણ જોવા મળે છે. દુકાનદારો દ્વારા ફુટપાથ પર માલસામાન ગોઠવી ખુલ્લેઆમ વેપાર કરી રહ્યા છે.
રાહદારીઓ ગ્રાહકોને દબાણના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. તંત્ર દ્વારા શહેરના ફૂટપાથ પર ગેરકાયદેસર કરેલા દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી ફુટપાથ ખુલ્લી કરવામાં આવે જેથી રાહદારીઓ અને ગ્રાહકો ને અડચણ ઉભી ન થાય. સાથે સાથે શહેરના મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો રેકડીઓ કેબીન આડેધડ દબાણના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે શહેરીજનોને રોજિંદી મુશ્કેલી પડી રહી છે.
શહેરના બસ સ્ટેન્ડ રોડ, સરા ચોકડી, શકતિ ટોકીઝ, બ્રાહ્મણની ભોજનશાળા પાસે, સરા રોડ, પરશુરામ મંદિર પાસે, વગેરે જગ્યાએ રે નિયમોનું સરેઆમ ઉલાળિયો કરી ફૂટપાથ પર દબાણ કરી ગેરકાયદેસર બાંધકામ. રેકડી. કેબીન, દબાણ સરજી ગેરકાયદેસર દબાણો ટાફીકે ને અડચણ રુપ ઉભા કર્યા છે.
અમુક જગ્યાએ ફુટપાથ ઉપર ઉભા રહેવાનું ભાડુ ઉઘરાવવાનો વેપલો પણ બેફામ ચાલી રહ્યો છે. છંતા પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા તેવું શેહીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.
Read About Weather here
તો તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ફુટપાથ ખુલ્લી કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરીજનોમાં માગણી ઉઠવા પામી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here