હળવદના શિવપુર ગામે જુગારધામ પર દરોડો, 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા

હળવદના શિવપુર ગામે જુગારધામ પર દરોડો, 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા
હળવદના શિવપુર ગામે જુગારધામ પર દરોડો, 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા

એલસીબી ટીમે રોકડ રકમ, મોબાઈલ અને વાહન સહિત 4.48 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યા

હળવદ તાલુકાના શિવપુર ગામની વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોય જેની ચોક્કસ બાતમી મળતા મોરબી એલસીબી ટીમે દરોડો કરીને જુગાર રમતા નવ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ, મોબાઈલ અને વાહનો મળીને કુલ 4.48 લાખની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

દરોડો પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.મોરબી એસપીની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન શિવપુર ગામની સીમમાં વાડીની ઓરડીમાં આરોપી રાજેશ ગણેશ જેઠલોજા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો.

જેમાં જુગાર રમતા રાજેશ ગણેશભાઈ જેઠલોજા (રહે શિવપુર તા. હળવદ), માંડણ ભોજાભાઈ સીણોજીયા (રહે રાય્ધ્રા તા. હળવદ), નારણ શીવાભાઈ ફૂલતરયા (રહે શિવપુર તા. હળવદ), મુકેશ બચુભાઈ દેસાઈ (રહે નવી પીપળી તા. મોરબી), જયેશ હરજીવનભાઈ ધોરીયાણી (રહે મહેન્દ્રનગર), અમિત જેરામભાઈ અઘારા

(રહે નવી પીપળી તા. મોરબી), રજનીકાન્તભાઈ શિવલાલભાઈ ધોરીયાણી (રહે મહેન્દ્રનગર મોરબી), ભરત પ્રભાતભાઈ રાઠોડ (રહે મોરબી) 2 ઋષભનગર અને હિતેશ મનસુખભાઈ ઠોરીયા (રહે મહેન્દ્રનગર મોરબી) એમ નવ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

અને આરોપીઓ પાસેથી 1,62,000 રોકડ તેમજ 9 મોબાઈલ કીમત રૂ 36000, કાર કીમત રૂ 2.50 લાખ મળીને કુલ 4.48 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, રજનીકાંતભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા, હરેશભાઈ સરવૈયા,

Read About Weather here

રણવીરસિંહ જાડેજા, સતીષભાઈ કાંજીયા સહિતના એ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રાવણ માસ શરૂ થયો નથી ત્યાં પતા પ્રેમીઓની મોસમ ચાલુ થઈ ગઈ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here