હળવદના જોગવડ ગામમાં ડબલ મર્ડર, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

હળવદના જોગવડ ગામમાં ડબલ મર્ડર, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
હળવદના જોગવડ ગામમાં ડબલ મર્ડર, પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે

હળવદ તાલુકાના જૂની જોગડ ગામે ભેંસો ચરાવવા જેવી નજીવી બાબતેે બઘડાટી બોલી હતી જેમાં બન્ને પક્ષે એક – એક વ્યક્તિના મોત નિપજતા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના જૂની જોગડ ગામે સાંજના સમયે ભેંસો ચરાવવા બાબતે થયેલી માથાકૂટ લોહિયાળ બની હતી અને જોત જોતામાં બન્ને પક્ષના

લોકો સામસામે આવી જતા આ ઘટનામાં રઘુભાઈ બચુભાઈ કોળી (ઉ.40) તથા નવઘણભાઈ શેંધાભાઈ કોળી (ઉ.35) નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.

જૂની જોગડ ગામે બનેલ ડબલ મર્ડરની ઘટનાને પગલે મોરબી એલસીબી,અને હળવદ પી.આઈ પી.એ.દેકાવાડીયા પીએસઆઇ પી.જી પનારા,યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

હાલ પોલીસ દ્વારા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ બંને મૃતકોની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

Read About Weather here

જોકે આ લોહિયાળ જંગ શા માટે ખેલાયો તેની સાચી હકીકત તો પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ બહાર આવશે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here