હજુ ગરમીથી રાહત નહીં

યુરોપમાં 1500 લોકોના મોત
ગરમીનો વધુ એક રાઉન્ડ...!
હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. અમદાવાદમાં હજુ પણ આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી.13 અને 14 મે સુધી શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને AMCએ પણ શહેરીજનોને સાવચેત કર્યા છે.ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે. ગઈકાલે જ અમદાવાદમાં તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ખાનગી વેધર વેબસાઈટ મુજબ, અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો 46 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે આવતીકાલથી બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રીથી વધુ જ રહેવાનો અંદાજ છે. આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ત્રણ દિવસ બાદ આવી ગરમીથી આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.હવામાન વિભાગે અમદાવાદની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી કરી છે.

Read About Weather here

હવામાન વિભાગ મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી તથા કચ્છમાં હિટવેવ રહેશે.રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here