સંસદમાં સતત સર્જાયેલી મડાગાંઠથી નારાજ વડાપ્રધાન: રાજકીય પક્ષો પર કટાક્ષ કરતા કહયું, એ પક્ષો સેલ્ફગોલ કરી રહયા છે
સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીને વિરોધ પક્ષોએ સતત સ્થગીત કરાવી હોવાથી નારાજ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ સાથે જણાવ્યું હતું કે, સંસદને થંભાવી દેનારા પક્ષો એમના રાજકીય સ્વાર્થ ખાતર સેલ્ફગોલ કરી રહયા છે.
પરંતુ દેશને આવા સ્વાર્થી રાજકારણથી બાનમાં લઇ શકાય નહીં. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરવા માટે ભારતીય હોકી ટીમની બ્રોન્ઝ વિજેતા રમતનો ઉલ્લેખ કર્યો હતો અને વિરોધ પક્ષોને આકરી ભાષામાં ઝાટકી નાખ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
મોદી 5 ઓગસ્ટનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ દિવસે ત્રણ મહત્વની ઘટનાઓ બની છે. 5મી ઓગસ્ટે ભારતીય હોકી ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો, બે વર્ષ પહેલા આ દિવસે જ કલમ 370 નાબુદ કરવામાં આવી અને ગયાં વર્ષે આ દિવસે જ રામ મંદિરનું નિર્માણ શરૂ થયું.
ભારત જયારે વેગીલો વિકાસ કરી રહયું છે ત્યારે વિકાસની કુચને રોકવામાં વિરોધ પક્ષો વ્યસ્ત બન્યા હોય તેવું લાગે છે. પણ માત્ર નીજી સ્વાર્થ માટે પોતાની ચિંતા કરતા આ લોકો ભારતને અટકાવી નહીં શકે. નવું ભારત પદ નહીં પદક (ચંદ્રક) માટે મહેનત કરી રહયું છે અને મેળવી રહયું છે. નવા ભારતમાં પરીવાર નહીં પરીશ્રમ થકી જ વિકાસ થશે.
યુપીમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા વડાપ્રધાન મોદીએ દેશમાં આવેલા પરીવર્તનો અને સિધ્ધીઓની હકીકતો વર્ણવી હતી. તેમણે કટાક્ષ કર્યો હતો કે, આપણા યુવાનો પરીશ્રમ સાથે ગોલ કરીને દેશ માટે એક પછી એક સીમા ચીન્હ સર કરી રહયા છે ત્યારે આપણા દેશમાં કેટલાક લોકો સેલ્ફ ગોલ કરવામાં મંડી પડયા છે. તેમને દેશને શું જોઇએ છે તેની ચિંતા નથી.
પોતાના રાજકીય સ્વાર્થ ખાતર સેલ્ફ ગોલ કરી રહયા છે. સંસદમાં સતત સર્જાયેલી મડાગાંઠનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસની ગાડીને પાટા પરથી ઉતારી નાખવા અને કોરોના મહામારી સામે દેશવાસીઓની જનુની અને જોસીલી લડતને નબળી પાડવાના વિરોધ પક્ષો પ્રયાસ કરી રહયા છે.
Read About Weather here
તેમણે દેશની સિધ્ધીઓ તરીકે વેક્સિનેશન અને જીએસટીની આવકનો પણ ઉલ્લેખ કર્યો હતો. કૃષિ નિકાસોમાં વિક્રમ તેમજ દેશના સૌ પ્રથમ સ્વદેશી વિમાન વાહક યુધ્ધ જહાજ વિક્રાંતના લોન્ચીંગનો પણ સિધ્ધી તરીકે ઉપયોગ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here