સ્વામીનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં મહામહોત્સવ યોજાશે

સ્વામીનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં મહામહોત્સવ યોજાશે
સ્વામીનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઇતિહાસમાં મહામહોત્સવ યોજાશે

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
.શુક્રવારથી તા.18 સુધી 1000 કુંડીયજ્ઞ, શાકોત્સવ સહિત અનેક કાર્યક્રમો યોજાશે: 108 સંહિતા પાઠ, મેડિકલ કેમ્પ સહિત અનેક કાર્યક્રમ : ભક્તો માટે ભોજનની વ્યવસ્થા, દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત મહાનુભાવો પધારશે
15 હજારની વસ્તી ધરાવતું સરધાર ગામ નવ દિવસ સુધી ધુમાડાબંધ

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પાંચસો પરમહંસોના ચરણરજથી પુનિત થયેલ અને જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા તે તીર્થભૂમિ સરધારમાં સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શન

Visit Saurashtra Kranti Homepage here

પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત શિખરબદ્ધ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કામ પૂરુ થયુ છે. જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.10 થી 18 સુધી (ભવ્યાતિભવ્ય રીતે ધામધૂમથી) ઉજવાશે.

સદગુરૂ રામાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ પણ સરધારમાં થયો છે. આ સરધારમાં મીન સરોવર, દરબાર ગઢ, લીંબવૃક્ષ, હરિપૂજિત શીવજી, રામાનંદ સ્વામીનું નિવાસ સ્થાન વગેરે તીર્થસ્થાનો રહેલા છે.

આવા મહિમાવંત તીર્થસ્થાન સરધારને આંગણે સદ્ગુરૂ નિત્યસ્વરુપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી સમગ્ર સત્સંગસમાજના સહકારથી પાંચ શિખરસહિત 70 હજાર ઘન ચો.ફુટમાં બંસી પહાડ પત્થરમા 99+155 ફુટના ઘેરાવાળું અને 81 ફુટ ઉંચાઇવાળું મંદિર સંપ્રદાયના નજરાણાંરુપ બનેલ છે.

આ મંદિરમાં 16 ઘુમ્મટ અને 108 સ્થંભ તેમજ 108 કમાન સહિત ભવ્ય મંદિર તૈયાર થયું છે. આ મહોત્સવમાં 1000 કુંડી યજ્ઞ સાથે શાકોત્સવ, 108 સંહિતા પાઠ, મેડિકલ કેમ્પ રાખેલ છે.

આ ઉત્સવની શરૂઆતે તા,10 ડિસેમ્બરે અખંડ ધૂન શરૂ થશે. જેનો પ્રારંભ સ્વામી ભકિત સંભવદાસજી (અમરેલી), સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી (બગસરા) અને પૂર્ણસ્વરુપદાસજી સ્વામી (સરધાર) કરાવશે.

તા.13-12-21 ના રોજ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે.આ પ્રસંગે કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મોહનભાઇ કુંડારીયા (સાંસદ) રાજકોટ, રમેશભાઇ ધડુક (સાંસદ), નારણભાઇ કાછડીયા (સાંસદ),

રામભાઇ મોકરીયા (સાંસદ), જયેશભાઇ રાદડીયા (ધારાસભ્ય), કુંવરજીભાઇ બાવળિયા (ધારાસભ્ય), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય, વગેરે પધારશે. ઉપરાંત રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબૂ અમિત અરોરા (મ્યુનિ. કમિશનર), મનોજ અગ્રવાલ (પોલિસ કમિશનર રાજકોટ), વગેરે પધારશે.

આ ઉત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય સાથે લાલજી મહારાજ સૌરભપ્રસાદજી મહારાજ અને ગાદીવાળા પણ પધારશે.વિશેષ અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ઠાકોર સાહેબ માંધાતાસિંહજી પણ ઉપસ્થિત રહેશે.

ચેરમેન દેવપ્રસાદદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી, ડો.સંતવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં નિત્યસ્વરુપદાસજી સ્વામીએ આચાર્ય મહારાજશ્રીને ઉત્સવની પત્રિકા અર્પણ કરી ત્યારે પત્રિકા જોઇને મહારાજશ્રી ખૂબજ ખુશ થયા હતા.

Read About Weather here

ઉપરોક્ત ઉત્સવમાં સૌ હરિભકતો પધારે એવી નિત્યસ્વરુપદાસજી સ્વામીએ વિનંતી કરેલ છે. તેમ સરધાર મંદિર કોઠારી વિરક્તદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here