સરધારધામ ખાતે સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા રાજયપાલ
રાજકોટ નજીક સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજયપાલએ સ્વામિનારાયણ સંપ્રદાયના સામાજિક સેવાના કાર્યોને બિરદાવીને યુવાનોને વ્યસનમુક્તિ તેમજ સંસ્કાર સાથે
Visit Saurashtra Kranti Homepage here
શિક્ષણ આપીને ઉત્તમ ચરિત્ર સાથે યુવાઓને-હરિભક્તોને સત્સંગની અને સેવાના કાર્યો કરવાનું કાર્ય સંતોના સાનિધ્યમાં થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું. રાજ્યપાલએ હરિભક્તોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા જણાવ્યું હતું ગઈકાલે દેશના ખેડૂતો માટે અગત્યનો દિવસ હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક ખેતી માટે દરેક રાજ્યોમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન આપ્યું છે ત્યારે ગુજરાતમાં બે લાખ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ જોડાયા છે અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં મોટું કાર્ય થવા જઈ રહ્યું છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા પણ દેશી ગાય નિભાવ માટે અને પ્રાકૃતિક ખેતીના જરૂરી સાધનો વસાવવા સહાય આપવામાં આવી રહી છે તેમ જણાવીને રાજ્યપાલએ દેશી કુળની ગાયના ગોબરમાં પાકના ખોરાક માટે જોઈતા એવા તમામ તત્વો હોય છે
અને તે અળસીયા થકી નિર્માણ પામે છે તેની સમગ્ર પ્રક્રિયા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે અભ્યાસુ માર્ગદર્શન થકી આપી હતી.સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠધામમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
તે રીતે છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાં પણ સંતો દ્વારા આવી પ્રવૃત્તિને હરિભક્તો થકી પ્રોત્સાહિત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા નૌતમ સ્વામીએ વ્યક્ત કરતા રાજ્યપાલએ સ્વામિનારાયણ સંતોના આ કાર્યને આવકાર્યું હતું અને સંપ્રદાય દ્વારા
જળ સંરક્ષણ કુદરતી આફતોમાં મદદ, આરોગ્ય કેમ્પ, વ્યસન મુક્તિ ઝુંબેશ સહિતના કાર્યો આવકાર્યા હતા.રાજ્યપાલએ જંગલમાં ભૂલા પડેલા રાજાની વાર્તાનુ ઉદાહરણ આપીને સંતોના સાનિધ્ય અને સત્સંગથી આદર્શ માનવ જીવન અને સદવિચારનું નિર્માણ થાય છે તેની પ્રેરક વાત કરી હતી.
વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વારા ગુજરાતમાં સમાજ સુધારણા અને સત્સંગ તેમજ મંદિર સ્થાપનાનુ આશીર્વચન આપી સરધારધામમાં નિત્ય સ્વરૂપ
સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહેલા કાર્યો હરિભક્તોને પ્રેરિત કરે છે તેમ જણાવી રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ગુરુકુળમાં અભ્યાસ કરી ચુકેલા અને પ્રાકૃતિક ખેતીના સમર્થક રાકેશભાઈ દુધાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થઈ રહેલા શિક્ષણ સહિતના સેવાના કાર્યો જણાવ્યા હતા. આ પૂર્વે રાજ્યપાલએ સરદાર ધામમાં યજ્ઞશાળાના દર્શન કર્યા હતા.
આ ઉપરાંત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. માધવ પ્રિયદાસજી સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી સહિતના સંતોએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. તેઓએ શાબ્દિક સ્વાગત કરી રાજ્યપાલ શ્રી ને આવકાર્યા હતા.
Read About Weather here
આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડો.વલ્લભભાઈ કથીરિયા, લાલજીભાઈ તેમજ રાજવી પરિવારના માંધાતાસિંહ, મહોત્સવના યજમાન અને દાતાઓ તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here