સ્વનિર્ભર શાળાઓની ફીમાં વધારા સામે રાજકોટમાં એનએસયુઆઈનું એલાને જંગ

સ્વનિર્ભર શાળાઓની ફીમાં વધારા સામે રાજકોટમાં એનએસયુઆઈનું એલાને જંગ
સ્વનિર્ભર શાળાઓની ફીમાં વધારા સામે રાજકોટમાં એનએસયુઆઈનું એલાને જંગ
ફી નિયમનનાં મામલામાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ ગાઈડલાઈન્સ અપાઈ ન હોવાથી ખાનગી શાળાઓ અને સ્વનિર્ભર શાળાઓને જાણે મનમાની કરવાની છૂટ!સ્વનિર્ભર શાળાઓની ફી માં એફઆરસી દ્વારા એકાએક 5 થી 10 ટકાનો આકરો વધારો જાહેર કરી દેવાતા વાલી અને વિદ્યાર્થી વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. ફી વધારાનાં નિર્ણય સામે આજે રાજકોટ શહેર એનએસયુઆઈ નાં પદાધિકારીઓ અને કાર્યકરો મેદાનમાં આવી ગયા હતા અને ફી નિયમન કમિટીની કચેરી પર જઈ વિરોધનાં આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા અને ફી વધારો પાછો ખેંચવાની ઉગ્ર માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

એનએસયુઆઈ શહેર પાખની યાદીમાં જણાવ્યું છે કે, કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી અનેક લોકોનાં ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. છેલ્લા બે વર્ષથી શાળાઓ પણ ઓનલાઈન અભ્યાસ જ કરાવી રહી છે. ત્યારે સરકાર દ્વારા રચાયેલી ફી નિયમન સમિતિએ સ્વનિર્ભર શાળાઓનાં હિતેચ્છુ બનીને 5 થી 10 ટકા ફી વધારી દીધી છે.

વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો હતો કે, સ્વનિર્ભર શાળાઓ દ્વારા ફી નાં નામે વાલીઓને લૂંટવાનો પીળો પરવાનો મળી ગયો હોય તેમ વાલીઓને લૂંટવામાં આવી રહ્યા છે. હકીકત એ છે કે કોરોના કાળમાં કોઈપણ સ્કૂલમાં કોઈ ખર્ચા થયા નથી કે કોઈપણ સારી સુવિધા વિદ્યાર્થીઓને મળી નથી. તો ફી વધારો શેનો આપવામાં આવ્યો છે? એનએસયુઆઈ એસ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, સરકાર, સમિતિ અને સ્વનિર્ભર શાળાઓની મિલીભગતથી આવો ગંભીર નિર્ણય લઇ લેવાયો છે. લોકોનાં ધંધા ઠપ્પ થઇ ગયા હોય ત્યારે વિદ્યાર્થીઓની ફી માં રાહત આપવાને બદલે જે વધારાનો બોજો નાખવામાં આવ્યો છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.

Read About Weather here

વિદ્યાર્થી સંગઠનનાં હોદ્દેદારો અને કાર્યકરો ફી નિયમન સમિતિ કચેરી ધસી ગયા હતા અને ઉઘાડા ડીલે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓની ફી ભરવા ભીખ માંગવાનો નવતર આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું હતું કે, વાલીઓ પાસે હવે ભીખ માંગવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રવિ જીતીયા, નીલરાજ ખાચર, બ્રિજરાજસિંહ રાણા, ભવ્ય પટેલ, દર્ષ બગડા, દેવેન્દ્રસિંહ જાડેજા, અમન ગોહેલ, અંકિત સોંદરવા, ધવલ રાઠોડ, શિવ જાડેજા, રોહિત રાઠોડ, ભાર્ગવ આહિર, જયદીપ ડાંગર, કર્મદિપસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here