નવિનતમ પધ્ધતિમાં પગમાંથી લોહીની નળીમાં તાર દ્વારા પ્રવેશ કરી મગજ સુધી લઇ જવામાં આવે છે.
મગજની લોહીની નળીઓમાં થતી સમસ્યાઓ માટે અત્યાધુનિક પધ્ધતિ અર્થાત્ એન્ડોવાસ્કયુલર ટ્રીટમેન્ટ આશીર્વાદ રૂપ પુરવાર થઇ છે. આ સંદર્ભમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ, રાજકોટમાં સારવાર માટે આવેલા દર્દી દિપકભાઈનો કિસ્સો ઉદાહરણ રૂપ છે.
દિપકભાઈને અચાનક માથામાં દુઃખાવો થવો/ બોલવાની શક્તિ ઓછી થઇ જવાથી અત્રે હોસ્પિટલમાં નિદાન કરાવતા મગજમાં હેમરેજ થયાનું માલુમ પડ્યું. ઉંડાણપૂર્વકની તપાસમાં ન્યુરોસર્જન ડૉ. ગૌરાંગ વાઘાણી અને ડૉ. હાર્દ વસાવડાએ મગજની એજીયોગ્રાફી કરી જેમાં, મગજની લોહીની નળીમાં મોરલી (એન્યુરીઝમ) નું નિદાન સામે આવ્યું.
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
આ સમસ્યામાં ખૂબ આધુનિક સારવાર માટે ડોકટરે તેઓને એન્ડોવાસ્કયુલર સારવારનો વિકલ્પ આપી તેના ફાયદાઓ સહિત તમામ પાસાઓ વિસ્તારપૂર્વક સમજાવેલા અને સાથે સાંત્વના આપી હતી. આ બન્ને પદ્ધતિઓ સમજ્યા બાદ દર્દીના પરિવારજનોએ આધુનિક એન્ડોવાસ્કયુલર પદ્ધતિ દ્વારા સારવાર લેવાનું પસંદ કર્યું હતું.
આ નવિનતમ પદ્ધતિમાં પગમાંથી લોહીની નળીમાં તાર દ્વારા પ્રવેશ કરી, તેને મગજ સુધી લઈ જવામાં આવે છે, જ્યાં દર્દીના મગજની નળીની મોરલી (એન્યુરીઝમ) માં કંટુર નામનું ડીવાઈસ મુકવામાં આવ્યું.
આ એક મોરલી (મગજની ફૂલી ગયેલી નસ) ના મુખમાં મુકવામાં આવતું સ્પેશિયલ ફ્લો ડાઇવર્ટર છે. જે મોરલી (મગજની ફૂલી ગયેલી નસ) માં જતું લોહી અટકાવી અને તેની સારવાર કરે છે. ખાસ કરીને આ ડીવાઈસને બાયફરકેશન એન્યુરીઝમ એટલે કે મુખ્ય નળીના વિભાજન થઈ શાખા પડતી હોય એ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે.
આ સારવાર પછી દર્દી સંપૂર્ણ પણે ભાનમાં આવેલ હતા તથા હૉસ્પિટલમાં ટૂંકા રોકાણ બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્ટર્લીંગ હોસ્પિટલમાં અનુભવ અને ટેકનોલોજીનાં સમન્વયથી રાજકોટમાં ઘરઆંગણે મગજની આધુનિક સર્જરીઝ ઉપલબ્ધ છે. આ સારવારમાં એનેસ્થેટીસ્ટ ડો. હેતલ વડેરા, ડો. ચિરાગ પટેલ, ડો. નિકુંજ વાછાણી તથા ડો. શૈલેષ ભીમાણીની કુશળ ટીમે ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલ હતો.
Read About Weather https://mausam.imd.gov.in/
મગજને ખોલ્યા વગર મગજની નસની મોરલીની ન્યુરોએન્ડોવાસ્કયુલર પધ્ધતિ દ્વારા સફળતાપૂર્વક સારવાર કરતા રાજકોટનાં ન્યૂરોસર્જન ડો.ગૌરાંગ અને ડો.હાર્દ વસાવડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here