સ્વૈચ્છિક વાહન આધુનિકીકરણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્ક્રેપ પોલીસીની જાહેરાત અને તે અંગે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી ઇન્વેસ્ટર સમિતને વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, જુના વાહનોને ભંગારમાં કાઢી નાખીને તેની ધાતુઓનો ઉપયોગ કરવાની નીતિ દેશના અર્થતંત્રનાં ચક્રને ફરતું સાથે દેશના અર્થતંત્રને ટકાઉ અને સંગીન બનાવશે. રોડ ટ્રાન્સપોર્ટ હાઈ-વે મંત્રી નીતિન ગડકરી દ્વારા માર્ચની લોકસભા આ નીતિ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
પ્રદુષણને નિયંત્રણમાં લાવવા માટે એક નિશ્ચિત સમય બાદ જુના વાહનોનો નિકાલ કરવો આવશ્યક છે. આ નીતિ અંતર્ગત વ્યાપારીક વાહનો જે 15 વર્ષથી વધારે જુના છે એ અને વ્યક્તિગત વાહનો જે 20 વર્ષથી વધારે જુના થઇ ગયા છે. તેનો નિકાલ વાતાવરણમાં ખૂબ જરૂરી છે.
Visit Saurashtra Kranti Homepage here
જુના વાહનો પેટ્રોલ કે ડિઝલથી ચાલે છે તે મહત્વનું નથી. પરંતુ ફિટનેસ ટેસ્ટમાં વાહનનું પાસ થવું જરૂરી છે. વાહનને ભંગારમાં નાખવું કે સાચવવું તે માલિકનો નિર્ણય હશે. પરંતુ એકવાર નાપાસ થયા બાદ તેને ફરી રસ્તા પર ચલાવવા માટેની પરવાનગી આપવામાં આવશે નથી.
- સર્ક્યુલર ઈકોનોમી એટલે શું?
આ સર્ક્યુલર ઈકોનોમીનો આધાર ફરી વપરાશ, વહેંચાણ, સમારકામ, નવીનીકરણ, ફરીથી ઉત્પાદન અને સંશોધનીક રીસાયકલ છે. આ અર્થતંત્ર દ્વારા કચરો, પ્રદુષણ અને કાર્બન ઉત્સર્જનમાં વધારે ઘટાડો આવશે.
જયારે કોઈ વાહનને ભંગારમાં નાખવામાં આવશે ત્યારે તેમાંથી મળી આવેલ ધાતુઓ જેમકે, લોખંડ અને સ્ટીલનું નવીનીકરણ કરવામાં આવશે. રીસાયકલ કરવામાં આવનાર સીટ અને પ્લાસ્ટિકનાં ભાગોનું પણ એક મૂલ્ય થશે જે અર્થતંત્રમાં વધારો કરશે. એક રીતે જોઈએ તો ગુજરાત રાજ્યનાં અલંગમાં જહાજો તોડવાનું કામ થાય છે. તેની જેમ જ હવે વાહન તોડવાનું કામ થશે. આ અર્થતંત્રમાં ઉત્પાદન, સામગ્રી, સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે સમય સુધી ઉપયોગમાં લેવાય તે અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.
- શરૂઆતમાં કેટલા વાહનો તેની હદમાં આવશે?
ભારત પાસે 51 લાખ હળવા વાહનો છે. જે 20 વર્ષથી વધારે અને 34 લાખ વાહનો 15 વર્ષથી વધુ આયુષ્ય ધરાવે છે. રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મીનીસ્ટ્રીને ડેટા મુજબ 17 લાખ મધ્યમ ભારે વાહનો 15 વર્ષથી જુના સાથે માન્ય ફિટનેસ પ્રમાણપત્ર વિનાના છે.
- વાહનોને ભંગારમાં નાખવા ફરજીયાત નથી?
આ નીતિ અનુસાર જુના વાહનો તરત જ ભંગારમાં નાખવાના નથી. ભારત હજી જુના વાહનોને ભંગારમાં નાખવા અને તેની ફિટનેસ પરીક્ષા લેવા માટે હજુ સક્ષમ નથી. ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આ નીતિ મુકવાથી ઇન્વેસ્ટરોને આકર્ષિત કરી આમાં વૃધ્ધિ જણાય અને તેના માટે 10,000 કરોડનું રોકાણ કરી 35,000 લોકોને રોજગાર મળી શકે તે માટેનો પ્રયાસ છે.
- અમલીકરણ ક્યારે થશે?
સરકાર દ્વારા નિયમો અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જેથી કેવા પ્રકારનાં સ્વયં સંચાલીત ફિટનેસ કેન્દ્રો બનાવાશે અને કોના દ્વારા બનાવવામાં આવશે. સ્ક્રેપ યાર્ડ કેવું હોવું જોઈએ તે પણ સામે લાવવાનું રહેશે.
એક ઈકોસિસ્ટમ બનાવવામાં આવશે જેથી કરીને વાહનોની ફિટનેસ નિરીક્ષણ અને સ્ક્રેપીંગ કરતી વખતે ગ્રાહક દબાણનો સામનો કર્યા વિના વ્યવસ્થિત પૂરું થઇ જાય.
એપ્રિલ 2023 થી વ્યવહારીક વાહનોની ફરજીયાત નિરીક્ષણ કરવામાં આવશે. જયારે બીજી શ્રેણીઓનાં વાહન જેમકે વ્યક્તિગત વાહનોનું નિરીક્ષણ જૂન 2024 બાદ કરવામાં આવશે.
- મારે શા માટે સ્ક્રેપમાં વાહન નાખવું જોઈએ?
વાહન માલિકોને જુના વાહનને જતા કરવા માટેનું કારણ મળી રહે, સાથે તેઓને વાહન સ્ક્રેપમાં આપવા બદલ સ્ક્રેપ જ પ્રમાણપત્ર આપવામાં આવશે. તે પ્રમાણપત્રનાં ઉપયોગથી તેઓને નવા વાહન ખરીદમાં ટેક્સ બાદ, રાહતો અને ડિસ્કાઉન્ટ મળી શકશે.
પ્રમાણપત્ર વેપારિક રહેશે. કોઈ પણ વ્યક્તિ ફાયદાઓ મેળવવા તેનો ઉપયોગ કરી શકશે.
20 વર્ષ જુના વાહનને સ્ક્રેપ ગણવામાં આવશે જો ફિટનેસ નિરીક્ષણમાં નાપાસ થશે.
- શું તે અર્થતંત્રને મદદ કરે છે?
વૈશ્વિક સ્તરે ઓટો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર દ્વારા અવારનવાર કરવામાં આવતી માંગનાં રૂપે આ નીતિ હાથ ધરેલ છે. સ્ક્રેપ નીતિ એક સાધન બની શકે છે. ઓટો મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આવેલ મંદીનું નિરાકરણ કરવા માટે જેનાથી દેશની ઈકોનોમી આગળ વધશે. સાથે-સાથે પ્રદુષિત વાતાવરણમાં બદલાવ લાવી શકે છે. જુના વાહનોનાં ઉત્સર્જન ધોરણ જશે અને નવા વાહનો ઇંધણ બચાવ ઉત્સર્જન ધોરણ આપશે.
- જો જુનું વ્યક્તિગત વાહન ફિટનેસ પાસ કરે તો શું?
તેવા સંજોગોમાં, માલિક તે વાહનનો વપરાશ રસ્તા પર કરી શકશે. પરંતુ રિ-રજીસ્ટ્રેશનો ચાર્જ ચૂકવવો પડશે જે ઘણો વધારે હોઈ શકે છે. એક ડ્રાફટની સુચના મુજબ બધા વાહનોનાં રજીસ્ટ્રેશન ચાર્જમાં વધારો 8 થી 20 ગણો આવી શકે છે. જે ઓક્ટોબરમાં રજૂ થશે. વ્યક્તિગત વાહનો, વાહનનાં ૧૫ વર્ષ પુરા થયા બાદ રિ-રજીસ્ટ્રેશન કરાવી શકશે.
Read About Weather here
- ફિટનેશ કેન્દ્રો કેવા હશે?
સ્વચાલિત કેન્દ્રોમાં ટ્રેક અને સાધનો જે એમિશન નોર્મસ, બ્રેકિંગ અને બીજા પરિણામો કરી યોગ્ય રીતે માણસની દખલ વગર કામ કરશે. કેન્દ્ર દ્વારા રાજ્યો પાસે મફત જગ્યા આપવા વિનંતી.
બજારમાં લોકોની માંગ દ્વારા શહેરી વિસ્તારમાં એક કરતા વધારે કેન્દ્રો ખોલવા કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. પરંતુ સરકારને 718 અથવા દરેક શહેરમાં એક કેન્દ્ર દ્વારા મોડેલ નિરીક્ષણ અને પ્રમાણપત્ર સેન્ટરને પ્રોત્સાહન રૂપી 17 કરોડની ગ્રાન્ટ બધા રાજ્યોને આપવામાં આવશે. પહેલેથી 26 આવા મોડેલને મંજૂરી આપવામાં આવી છે.આ સુવિધા શહેરની અંદર હોવી વધારે જરૂરી સરકાર દ્વારા લોકોને તકલીફ ના પડે તે માટે ખાસ અનુરોધ.(૧૦.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here