સૌ.યુનિ.નો 56મો પદવીદાન સમારોહ: 13 ફેકલ્ટીના 37123 વિદ્યાર્થીઓને પદવી એનાયત

સૌ.યુનિ.નો 56મો પદવીદાન સમારોહ: 13 ફેકલ્ટીના 37123 વિદ્યાર્થીઓને પદવી એનાયત
સૌ.યુનિ.નો 56મો પદવીદાન સમારોહ: 13 ફેકલ્ટીના 37123 વિદ્યાર્થીઓને પદવી એનાયત

કુલપતિ અને ઉપકુલપતિની ટીમે ખુબ સારી કામગીરી કરી છે: શિક્ષણમંત્રી વાઘાણી
108 વિદ્યાર્થીને 127 ગોલ્ડમેડલ અપાયા: રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કર્યુ

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો આજે 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વર્ચ્યુલ જોડાયા હતા જયારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર રાજકોટ ઉપસ્થિત રહી વિદ્યર્થિઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજના પદવીદાન સમારોહમાં 13 ફેકલ્ટીઓના 37123 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉચ્ચગુણાંક સાથે સિદ્ધિ હાંસલ કરનારા 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.કુલપતિ અને ઉપકુલપતિનો કાર્યકાળ 6 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહ્યો છે તેમના કાર્યકાળ દરમિયાનનો આજે આ છેલ્લો પદવીદાન સમારોહ યોજાયો હતો.

મેડિસિનમાં સૌથી વધુ 49 ગોલ્ડમેડલ અપાયા હતા. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો 56મોં પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વર્ચ્યુલ જોડાયા હતા જયારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર, કુલપતિ, ઉપ-કુલપતિ, રજિસ્ટ્રાર સહીત અધિકારીઓ અને સિન્ડિકેટ સભ્યો તેમજ દીક્ષાર્થ વિદ્યર્થિઓ જોડાયા હતા. કોરોનની મહામારી ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જરૂર જાળવવામાં આવ્યું હતું.

Read About Weather here

આ તકે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ગુજરાતની બીજા નંબરની મોટી યુનિવર્ષિટી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. કુલપતિ અને ઉપકુલપતિની ટીમે ખુબ સારી કામગીરી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here