સૌ. યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો અમલ કરાવવા ‘આપ’ મેદાને

સૌ. યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો અમલ કરાવવા ‘આપ’ મેદાને
સૌ. યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો અમલ કરાવવા ‘આપ’ મેદાને

આજથી સહી ઝુંબેશ: કોલેજોમાંથી વિદ્યાર્થીઓની સહી કરાવી કુલપતિને આવેદનપત્ર પાઠવાશે

યુનિર્સિટીમા સંચાલકો કે સ્થાપિત હિતો નહીં સમજે તો સૌરાષ્ટ્ર વ્યાપી ઉગ્ર આંદોલનની ચિમકી આપતા ઝાલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આવનારા સમયમાં થનાર સેનેટ સભ્યની ચૂંટણીમાં સ્ટેચ્યુટ 187નો અમલ કરાવવા આમ આદમી પાર્ટી રાજભા ઝાલાની આગેવાનીમાં મેદાને ઉતરી છે.

જેમાં આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સહી ઝૂંબેશથી લડતનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળમાં ગુનાહિત તત્વો ન પ્રવેશે તે માટે જરૂર પડ્યે અઅઙની વિદ્યાર્થી પાંખ સીવાયએસએસ, સૌરાષ્ટ્ર વ્યાપી વિદ્યાર્થી આંદોલન કરશે.

આમ આદમી પાર્ટીના શિક્ષણ સેલના ક્ધવીનર દિગુભા વાઘેલા અને વિદ્યાર્થી પાંખ સીવાયએસએસના પ્રમુખ સુરજ બગડાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીહીત અને યુનિવર્સિટીના હીતને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો અમલ કરાવવા માટે મક્કમ છે.

કોઈ પણ ભોગે યુનિવર્સિટીના સત્તા મંડળમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવનારા તત્વોને પ્રવેશ આપવાની ભાજપ અને કોંગ્રેસના અમુક સ્થાપિત હીત ધરાવનાર વ્યક્તિઓની કારી ફાવવા દેવામાં નહિ આવે અને સ્ટેચ્યુ 187નો અમલ કરાવવા માટે તબક્કાવાર કાર્યક્રમોના ભાગ રૂપે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને આપ સેનેટ ચુંટણીના ઇન્ચાર્જ રાજભા ઝાલાની ઉપસ્થિતિમાં સહી ઝુંબેશનો પ્રારંભ કરાવેલ અને આગામી તા.6 સુધીમાં અલગ અલગ કોલેજો માંથી વિદ્યાર્થીઓની સહી એકત્રિત કરીને ત્યાર બાદ તે સહી ઓ સાથે કુલપતિને આવેદન પત્ર આપીને સ્ટેચ્યુટ 187નો અમલ કરાવવા રજૂઆત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરોક્ત કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે પવિત્ર શિક્ષણના ધામમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિને યુનિવર્સિટી સત્તા મંડળમાં ન પ્રવેશે તેના માટે આમ આદમી પાર્ટીએ દ્રઢ નિર્ધાર કર્યો છે. તેના માટે રજૂઆતથી યુનિવર્સિટીના સંચાલકો કે સ્થાપિત હિતો નહીં સમજે તો સૌરાષ્ટ્ર વ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી રાજભા ઝાલાએ આપી હતી અને જણાવ્યું હતું કે, કોઈ પણ ભોગે યુનિવર્સિટીને અમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની ચૂંગાલમાંથી છોડાવવા આંદોલનનું નેતૃત્વ કરવાનો રાજભા ઝાલા દ્રઢ નિર્ણય કર્યો છે. રાજભાએ જણાવ્યું હતું કે, આજ યુનિવર્સિટી ની સેનેટે ઠરાવ કરીને રાજ્યપાલને મોકલ્યો હતો 2019માં કે યુનિવર્સિટીના સતામંડળની ચૂંટણી ગુનાહિત ઇતિહાસ ધરાવનારા સક્ષો ન લડી શકે, તે માટેનો ઠરાવ કર્યો હતો અને તેના આધારે સ્ટેચ્યુટ 187 પારીત કરી ને રાજ્યપાલે વટહુકમ બહાર પાડીને, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળની ચૂંટણીમાં તે આપેલ છે જે ખરેખર દેશના ઈતિહાસમા ગુનાહિત તત્વો ચૂંટણી ન લડી શકે, તે પ્રકારના આ દેશની તમામ યુનિવર્સિટીમાં થાય તે મોડેલ સમાન નિર્ણય કહેવાય અનેક આ નિર્ણયનો અમલ પ્રકારનો નિર્ણય છે.

જે ઠરાવ પસાર કરાવનાર વર્તમાન સત્તા મંડળના સભ્યો જ હતા અને હવે જ્યારે ઠરાવનો અમલ કરવાનો સમય આવ્યો છે ત્યારે પોતે કરેલા ઠરાવનો અમલ રોકવા માટેની પેરવી થાય રહી છે તે ખુબજ નિંદનીય બાબત છે અને આ સ્ટેચ્યુટ 187નો અમલ રોકવા માટે ખાસ સેનેટ બેઠક બોલાવવા માટે જે મહાનુભાવો એ માંગણી કરી છે, તે જોતાં સ્પષ્ટ થાય છે કે ખાસ સેનેટ બોલાવવાની માંગણી કરનાર લોકો શિક્ષણના પવિત્ર ધામ ને હજુ અમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા લોકોના હવાલે જ રાખવા માંગે છે.

Read About Weather here

રાજભા ઝાલા એ આક્રોશ ભેર જણાવ્યું છે કે આ મહાનુભાવોના નામ મીડિયાના માધ્યમથી જાણવા મળીયા ત્યારે તેમાં ભાજપ અને કોંગ્રેસના મિત્રો એ સાથે મલી ને ખાસ સેનેટ બોલાવવા ની માંગ કરતા પત્ર માં સહી કરી છે. લાવવાની માંગ કરતા રાજભા ઝાલા એ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પવિત્ર શિક્ષણ ધામના કલ્યાણ માટે સ્ટેચ્યુટ 187 ના અમલ માટે તમામ બનતા પ્રયત્નો આમ આદમી પાર્ટી કરશે. રાજભા ઝાલાએ અમુક મિત્રો કોંગ્રેસના અને ભાજપના કે જેમણે સ્ટેચ્યુટ 187 નો અમલ થાય તેવો મત ધરાવે છે, તેમને અભિનંદન આપ્યા છે અને બિરદાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here