સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં પ્રથમ આદર્શ પાઠશાળાનો આરંભ

સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં રાજકોટની પ્રથમ સંસ્કૃત પાઠશાળા શરૂ
સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં રાજકોટની પ્રથમ સંસ્કૃત પાઠશાળા શરૂ

આવતીકાલથી શાળાએથી પ્રવેશ ફોર્મ મેળી શકશે, ધો-8 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે

રાજકોટમાં પ્રથમ સંસ્કૃત પાઠશાળા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષથી શરૂ કરવામાં આવી રહી છે. 121 વર્ષ જુના સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા રાજય સરકાર સમક્ષ સંસ્કૃત પાઠશાળા શરૂ કરવા માંગણી કરાઈ હતી. કમિશ્નર સ્કૂલ્સ દ્વારા ધો. 9 એટલે કે પ્રથમાની મંજુરી મળતા હવે, સૌરાષ્ટ્ર સંસ્કૃત પાઠશાળાનો આરંભ થશે.

આ અંગે માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ ડો.ભદ્રાયુભાઈ વછરાજાની, ટ્રસ્ટી હરદેવસિંહ જાડેજા,  મુકેશભાઈ દોશી, ડો.નિદત્તભાઈ બારોટે જણાવ્યું હતું કે, રાજકોટમાં પ્રજાને એક આદર્શ પાઠશાળાની આવશ્યકતા છે. આ જરૂરીયાતની પૂર્ણ હેતુ આ વર્ષથી સંસ્કૃત પાઠશાળાનું પ્રથમ વર્ષ એટલે કે પ્રથમ શરૂ કરવામાં આવશે.

Subscribe Saurashtra Kranti here

ધો. 8 પાસ વિધાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આવતીકાલથી શાળાએથી પ્રવેશ ફોર્મ ઉપલબ્ધ થશે. 10 દિવસ સુધી પ્રવેશ ફોર્મ આપવામાં આવશે અને ત્યારબાદ પ્રવેશ આપી પાઠશાળાનો પ્રારંભ થશે.

રૂ.5 હજારની સત્ર ફી થી શાળા કાર્ય કરશે. જરૂરીયાતમંદ વિધાર્થીઓને સ્કોલરશીપ આપી કોઈ ઈચ્છુક વિધાર્થી પાઠશાળાથી વંચિત ન રહે તેવું આયોજન કરવામાં આવનાર છે.

Read About Weather here

પાઠશાળામાં સમય અને શકિત આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવનના પૂર્વ પ્રાધ્યાપક ડો.ચોટલીયાએ નવી શરૂ થનાર પાઠશાળામાં માર્ગદર્શક તરીકે સેવાઓ આપવા અને જરૂર પડયે પ્રાધાનાચાર્યની જવાબદારી નીભાવવા વિશ્વાસ વ્યકત કરતા ટ્રસ્ટીઓએ ડો.ચોટલીયાનો આભાર વ્યકત કરી તેમની નિષ્ઠાને બીરદાવી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here