સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનાં સીસીડીસીનાં 50 માંથી 35 તાલીમાર્થીઓ સફળ

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યશ કલગીમાં વધુ એક રંગીન પીછું ઉમેરાયું
મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યશ કલગીમાં વધુ એક રંગીન પીછું ઉમેરાયું

ગુજરાત રાજ્ય માહિતી નિયામક 1,2 અને માહિતી મદદનીશ વર્ગ-3 ની પ્રલીમરી પરીક્ષામાં પાસ થયેલ તાલીમાર્થીઓને યુનિ.નાં કુલપતિ, ઉપકુલપતિ, સતામંડળનાં સભ્યોએ સફળતા મેળવનાર પરીક્ષાર્થીઓ અને સીસીડીસીની ટીમને અભિનંદન પાઠવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત જુદી- જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સચોટ તાલીમ અને તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી કરવામાં આવે છે.  જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારનાં અનેક વિધાર્થીઓને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર થયેલ છે. તાજેતરમાં માહિતી પ્રસારણ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરનાં ભરતી બોર્ડ દ્વારા નાયબ માહિતી નિયામક વર્ગ- 1 સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ- 2ની કુલ 23 જગ્યાઓ

Subscribe Saurashtra Kranti here

તથા સીનીયર સબ ઓડિટર વર્ગ- 3 અને માહિતી મદદનીશ વર્ગ- 3 ની કુલ 77 જગ્યાઓ માટે પ્રિલીમરી પરીક્ષાનું આયોજન કરાવેલ હતું. સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, ડો. ભાવિનભાઈ કોઠારીનાં માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી માસથી 100 ક્લાકની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ તાલીમશાળામાં ભાગ લેનાર મોટાભાગના મિડીયાકર્મીઓને ભારતનું બંધારણ,  ઈતિહાસ અને ભૂગોળ, મેથ્સ અને રીઝનીંગ, સામાન્ય જ્ઞાન, જાહેર વહીવટ, જર્નાલિઝમના સિલેક્ટેડ ટોપિક્સ ઉપર અમદાવાદનાં તજજ્ઞ પ્રફળભાઈ ગઢવી, સમીરભાઈ પટેલ, ધવલભાઈ મારુ, પત્રકારત્વ ભવનનાં નીતાબેન ઉદાણી અને ટીમ, માહિતી નિયામક કચેરીના કેતનભાઈ દવે, સોનલબેન વગેરે તજજ્ઞ નિષ્ણાંતો મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ હતું

Read About Weather here

અને તાલીમાર્થીઓની સખત મહેનત તથા સચોટ માર્ગદર્શનના સમન્વયથી સીમીડીસીના 50 તાલીમાર્થીઓમાંથી ૩૫ તાલીમાર્થીઓને પ્રીલીમરી પરીક્ષામાં ઝળહળતી મનના મેળવેલ છે. તાલીમનો પ્રથમ પ્રયોગમાં રેકોર્ડબ્રેક સફળતા મળતા યુનીવર્સીટીનાં કુલપતિ અને ઉપકુલપતિ તેમજ સતામંડળનાં સર્વે સભ્યોએ સફળતા મેળવનાર પરીક્ષાર્થીઓ અને સીસીડીસીનાં સંયોજક અને તેમની અભિનંદન પાઠવ્યા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here