સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.કોમ. સેમ-5નું પેપર લીક…!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.કોમ. સેમ-5નું પેપર લીક...!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.કોમ. સેમ-5નું પેપર લીક...!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપરો ફૂટવાની સાથે ગેરરીતિનો સીલસીલો શરુ રહેવા પામેલ છે. જેમાં આજે લેવાનાર બી.કોમ. સેમ-5નું ઓડીટીંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1 તેમજ બીબીએ સેમ-5ની પરીક્ષાનું ડાયરેક્ટ ટેક્સ (નવો કોર્સ)નું પેપર ગઇકાલે રાત્રે ફૂટીને બજારમાં ફરતુ થઇ જતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામેલ છે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. નીલેશ સોનીએ ગઇકાલે રાત્રે જ તાબડતોબ ભક્તિનગર પોલીસ સ્ટેશને દોડી જઇ આ અંગેની ફરિયાદ દાખલ કરી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાના પગલે યુનિવર્સિટી દ્વારા બીબીએ સેમ-5નું ડાયરેક્ટ ટેક્સનું પેપર રાત્રે જ નવું કાઢી પરીક્ષા સેન્ટરો પર મોકલી આપેલ હતું. જેથી બીબીએ સેમ-5ની આજની આ પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. બી.કોમ. સેમ-5નું ઓડીટીંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1નું પેપર ફૂટવાની મોડી જાણ થતાં આજે લેવાનાર આ પરીક્ષા રદ કરી નાખવામાં આવી છે. આ પરીક્ષાની તારીખ નવેસરથી યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

Read About Weather here

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાઇ રહેલી પરીક્ષામાં આજના બીકોમ અને બીબીએ સેમ-5ના બંને પેપરો ફૂટી બજારમાં ફરતા થયાની ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નીલેશ સોની રાત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશને દોડી જઇ આ ગંભીર ઘટના અંગે ફરિયાદ દાખલ કરી દીધી છે બીબીએ સેમ-5નું પેપર ફૂટ્યાની રાત્રિનાં 12-30 વાગ્યે ખબર પડી હતી. જેથી તાબડતોબ નવું પેપર પેપર સેટર પાસેથી કઢાવી પરીક્ષા સેન્ટરો પર મોકલી દીધું હતું જેના પગલે ડેમેજ કંટ્રોલ રોકી શકાયું હતું. બીકોમ સેમ-5નું પણ પેપર ફૂટ્યાની વહેલી સવારનાં જાણ થવા પામી હતી જેના પગલે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષામાં ફૂટેલા આ પેપરો પોલીસ સ્ટેશનમાં પહોંચી જવા પામેલ હતાં. જો કે આ બનાવમાં પરીક્ષા નિયામક દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here