સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારા પદવીદાન સમારોહ 20મી જાન્યુઆરી-2023ના રાજ્યપાલની ઉપસ્થિતિમાં 43,062 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાશે. જુદી જુદી વિદ્યાશાખામાં સૌથી વધુ ગુણ મેળવનાર 126 વિદ્યાર્થીને રાજ્યપાલના હસ્તે 147 ગોલ્ડ મેડલ અપાશે જેમાં સૌથી વધુ મેડિકલ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ છે.
Visit Saurashtra Kranti Homepage here
દાતાના દાનમાંથી 152 વિદ્યાર્થીને રૂ.1500નો રોકડ પુરસ્કાર અપાશે. 14 વિદ્યાશાખાના જે વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહમાં રૂબરૂ પદવી સ્વીકારવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન નોંધણી કરવી પડશે જે તારીખ 21મી ડિસેમ્બરથી યુનિવર્સિટીની વેબસાઈટ https://degree.saurashtrauniversity.edu પર કરી શકાશે.
Read About Weather here
દર વર્ષે યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સામાન્ય ફાઈલમાં પદવી અને અન્ય સર્ટિફિકેટ આપવામાં આપતા હોય છે પરંતુ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિશેષ અને આકર્ષક વૂડનના બોક્સ બનાવવામાં આવ્યા છે તેમાં જે 126 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ મળવાના છે તેને આ વિશેષ વૂડન બોક્સમાં ડિગ્રી અપાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here