રાજકોટના 92.5% શિક્ષકોએ જૂના જમાનાની શિક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાવી જ્યારે 83.9%એ કહ્યું વાલીના દબાણથી છાત્રોને ઠપકો નથી આપતા!
74.2%એ કહ્યું, બાળકોને ઠપકો આપ્યા પછી વાલીઓ બાળકોનો પક્ષ લે છે
સર્વે દરમિયાન શિક્ષકોએ પોતાની સમસ્યાઓ જણાવતા કહ્યું કે, શિક્ષક તરીકે ઘણી વખત ભણાવવા સિવાય પણ અન્ય કામો કરવાના હોય ત્યારે તકલીફ પડતી હોય છે.
શિક્ષકને ઘણીવખત મુક્ત વાતાવરણ મળતું નથી, અન્ય કામોની જવાબદારી હોવાથી ઘણી વખત બાળકોને અને વર્ગને પૂરતો સમય નથી આપી શકતા, બાળકોને માત્ર વર્ગમાં નહિ અમારે બહાર પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવું હોય છે પણ એ મુક્તિ મળતી હોતી નથી, પુસ્તકો નહિ અન્ય જ્ઞાન પણ જરૂરી છે, શિક્ષકોને જ્યારે વર્ગના સમયે વહીવટી કામ મળે ત્યારે શિક્ષક તરીકે બાળકોને ન્યાય આપી શકતા નથી, મેનેજમેન્ટ, વાલીઓ, વિદ્યાર્થીઓ બધાને ન્યાય આપવા જતા ખુદને સમસ્યાઓ ઊભી થાય છે અને તણાવ અનુભવાય છે.
બાળકોને ખિજાતા પહેલા ભય લાગે છે કે ક્યાંક નોકરી જતી ન રહે, શિક્ષકને જે પહેલા ગુરૂ તરીકે સ્થાન મળતું એ હવે ક્યાંય રહ્યું નથી, માતાપિતા એ સમજવું જરૂરી કે તમારા જેટલી ચિંતા શિક્ષકોને પણ બાળકોની થતી હોય છે.
એક શિક્ષકને બાળકોને ભણાવતી વખતે કેવી કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે, કેવા પ્રશ્નો આવે છે, કેવા દબાણ આવે છે અને તેને કેવી રીતે નિવારણ લાવે છે તે જાણવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. જોગસણના માર્ગદર્શન હેઠળ ડૉ.ધારા દોશીએ 981 શિક્ષકનો સર્વે કર્યો હતો. સર્વે દરમ્યાન શિક્ષકોને પૂછાયેલા જુદા જુદા સવાલોના જવાબમાં અનેક તારણો ચોંકાવનારા બહાર આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
સર્વેમાં 92.5% શિક્ષકોએ કહ્યું હતું કે, આજની શિક્ષણ પદ્ધતિ કરતા પહેલાની શિક્ષણ પદ્ધતિમાં શિક્ષક મુક્ત મને ભણાવી શકતા હતા.
91.4%એ કહ્યું કે, જૂના સમયમાં જ્યારે શિક્ષક ઠપકો આપતા ત્યારે માતાપિતા બાળકની જગ્યાએ શિક્ષકનો પક્ષ લેતા એ વાજબી હતું. 83.9 ટકા શિક્ષકોએ જણાવ્યું હતું કે, એક શિક્ષક તરીકે તેમને વિદ્યાર્થીઓને ખિજાવાનો અને ખિજાયા પછીના પરિણામોનો ભય લાગી રહ્યો છે.
68.8 ટકા શિક્ષકો વારંવાર શિક્ષક તરીકે વાલીઓનું દબાણ અનુભવી રહ્યા હોવાનું પણ તારણ નીકળ્યું છે. 76.3 ટકા શિક્ષકોએ કહ્યું કે, બાળકોની ભૂલ હોવા છતાં પણ અમે એને ઠપકો આપવામાં ભય અનુભવીએ છીએ. 79.6 ટકા શિક્ષકો વાલીઓ તરફથી ફરિયાદો થવાથી તણાવ અનુભવે છે.
74.2 ટકા શિક્ષકોએ કહ્યું કે, બાળકોને ઠપકો આપ્યા પછી વાલીઓ બાળકોનો પક્ષ લઈને અમારી પાસે આવે છે.
Read About Weather here
80.6 ટકાએ કહ્યું કે, વિદ્યાર્થીને ગુણ ઓછા આવે તો તેનું કારણ શિક્ષકોને માનવામાં આવે છે. 57 ટકા ટીચર્સે કહ્યું કે, શિક્ષકો વચ્ચે હરીફાઈ થવાથી પણ તણાવ અનુભવાય છે. 93.5% શિક્ષકોએ કહ્યું કે, એક શિક્ષક તરીકે કોરોના પછી વારંવાર બદલાતી શિક્ષણ પદ્ધતિને કારણે તણાવ અનુભવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here