સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડની તપાસનો ધમધમાટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડની તપાસનો ધમધમાટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડની તપાસનો ધમધમાટ

તપાસ કમિટીની પહેલી બેઠક મળી, સીન્ડીકેટ સભ્યોનો પણ સમાવેશ : ઇન્ચાર્જ રજીસ્ટ્રાર જતીન સોની સામે અનેક આક્ષેપોની ભરમાર : કૌભાંડ પર માટી ઠંકાઇ જશે કે પરીણામ આવશે?

અત્યારે બહુ ગાજી ઉઠેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કહેવાતા માટી કૌભાંડ અંગે આજથી તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ અંગે યુનિવર્સિટી સંચાલકો દ્વારા રચવામાં આવેલી ખાસ તપાસ સમીતીની પહેલી બેઠક મળી હતી અને કૌભાંડ અંગે તમામ જવાબદાર વિભાગો પાસેથી વિગતો મેળવવામાં આવી હતી અને આક્ષેપોની ખરાઇની ચકાસણી શરૂ કરવામાં આવી હતી તેમ યુનિવર્સિટીના સુમાહિતગાર સુત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર જતીન સોની સામે અનેક ગંભીર આક્ષેપો થયા છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

છેલ્લા ધણા દિવસોથી યુનિવર્સિટી કેમ્પર્સમાં કથીક માટી કૌભાંડ ખુણે ખુણે જોરદાર ચર્ચાનો વિષય બની ગયું છે. જાણકારો કહી રહયા છે કે, આ કૌભાંડની તપાસ પર રાબેતા મુજબ માટી નાખી દેવાશે કે તપાસની પ્રક્રિયા તેના તાર્કિક અંત સુધી પહોંચશે એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થઇ જશે. સમિતીના તારણોની આતુરતા પુર્વક રાહ જોવાઇ રહી છે.