સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું સુયોગ્ય પગલું

81
ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની 138 કરોડમાં હરાજી થઇ
ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની 138 કરોડમાં હરાજી થઇ

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર.ભાલાળા એ જણાવ્યું કે અમો સ્વયમસેવકો માટે ચિંતામાં હતા

જે.કે. સ્ટાર કંપનીના ડાયરેકટર અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના યુવા ટ્રસ્ટી શૌલેષભાઈ પી.લખીએ જણાવ્યું છે કે, કોરોના વોરીયર્સ માટે જેટલું કરીએ તેટલું ઓછું છે

કોરોના યોધ્ધાઓને રૂ.૫ લાખનું વીમા કવચ

મુંબઈની અગ્રણી પેઢીએ આપ્યું મેડીકલ વીમાનું પ્રિમીયમ

સુરતમાં ૪૦૦ થી વધુ સ્વયંસેવકોને આ વીમાનો લાભ મળશે

કોરોના મહાસંકટમાં લોકોના જીવ બચાવવા સુરતમાં શરૂ થયેલા કોવીડ આઈસોલેશન સેન્ટરોએ અન્ય શહેરો અને રાજયોને દિશા આપી છે. આ આઈસોલેશન સેન્ટરોમાં છેલ્લા ૪૫ દિવસથી જીવના જોખમે સ્વયમસેવકો કોરોના દર્દીઓની સેવા કરી રહયા છે. આ સ્વયમસેવકોને રૂા.પાંચ લાખ ની કોરોના મેડીકલ વિમા સુરક્ષા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સરાહનિય નિર્ણય લેવામાં આવેલ છે.

કોરોના ના પીક સમયે લોકો હોસ્પીટલ બેડ કે ઓકસીજન માટે જજુમતા હતા. ત્યારે વિવિધ ૫૦ થી વધુ સેવા સંસ્થાઓએ ભેગા મળી શકય તેટલા વધુ કોરોના આઈસોલેશન સેન્ટરો શરૂ કરવા આહવાન કર્યું હતું. કોરોના દર્દીઓની સેવા કરવા કોણ આવશે ? એ પ્રશ્ન હતો ત્યારે ગણતરીના દિવસોમાં વિવિધ સંસ્થાઓ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના માર્ગદર્શન અને જરૂરી સહયોગથી ૧૩ થી વધુ આઈસોલેશન સેન્ટર સુરતમાં શરૂ કર્યા છે.

Subscribe Saurashtra Kranti here

આ ઉપરાંત નાના વરાછા મોટા વરાછા કતરગામ-અમરોલી અને ઉધનામાં જુદી જુદી સંસ્થાઓ તરફથી ૧૮ જેટલા આઈસોલેશન સેન્ટરમાં ૪૦૦ થી વધુ સ્વયમસેવકો એ રાત દિવસ કાર્ય કર્યું છે. ત્યારે તેઓ કોરોનાથી સંકમિત થાય તો શુ ? સ્વયમસેવકોના પરિવારો ચિંતામાં હતા ત્યારે આવા કોરોના યોધ્ધાઓને અને તેમના પરિવારને સુરક્ષાનો અહેસાસ થાય તે માટે દરેકને રૂા.500000 સુધીની કોરોના મેડીકલવિમા સુરક્ષા આપવાનો ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યુ હતુ કે વિવિધ સંસ્થાઓ એ પોતાની રીતે સેન્ટરો શરૂ કરેલ છે. સમાજે માત્ર દાતાઓના સહયોગથી ટેકો અને માર્ગદર્શન આપેલ છે.

આ અંગે વધુ માહિતિ આપતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ આર.ભાલાળા એ જણાવ્યું કે અમો સ્વયમસેવકો માટે ચિંતામાં હતા. હજુ આવનારી કોરોનાની ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવું પડે તેમ છે. ત્યારે આ જીવના જોખમે કામ કરે છે. તેને કંઈક સુરક્ષા પ્રોત્સાહન આપવું જોઈએ. તેવી મારી લાગણી હતી. ત્યારે મુંબઈની જણીતિ હિરા ઉદ્યોગની કંપની જે.કે. સ્ટાર તરફથી વિમાના પ્રિમિયમ માટે માતબર દાન મળેલ છે.

Read About Weather here

જે.કે. સ્ટાર કંપનીના ડાયરેકટર અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના યુવા ટ્રસ્ટી શૌલેષભાઈ પી.લખીએ જણાવ્યું છે કે, કોરોના વોરીયર્સ માટે જેટલું કરીએ તેટલું ઓછું છે. તેમને માટે વિમાં પ્રિમિયમ ભરી આપણે આપણી ફરજ નિભાવી છે. મોત તાંડવ કરતુ હોય ત્યારે સેવા કોણ કરે ? ત્યારે સુરતના યુવા સ્વયમસેવકોની સેવાને સલામ અને આ કાર્યકર્તાઓને વિમા સુરક્ષા આપવા ના નિર્ણયથી જાગૃતિ માટે મહત્વનું પગલું છે.

આ વિમાં પોલીસી અંર્તગત જોકોઈ કાર્યકર્તા આગામી ૯ મહીના સુધીમાં કોરોના સંક્રમિત થાય તો હોસ્પીટલમાં રૂા.૫ લાખ સુધીનો ખર્ચ વિમા કંપની આપશે. તેવી વ્યવસ્થા છે. ૧૭ આઈસોલેશન સેન્ટર્સ પરથી કાર્યકર્તાઓની યાદી મંગાવવામાં આવી છે. પ્રિમિયમની ગણતરી તથા કાર્યવાહી શરૂ છે. ન્યુ ઈન્ડીયા ઈન્સોન્સ વિમાં કંપની સાથે વરાછા બેંક વિમા વિભાગના મેનેજરશ્રી ભરતભાઈ જોષી કાર્યવાહી કરી રહયા છે. ટુંક સમયમાં વિમા કવચ શરૂ થઈ જશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોના કેર સેવા કેન્દ્ર સમિતિની બેનમૂન કામગીરી
Next articleદિલ્હીમાં અનાથ બાળકોના માં-બાપ કોણ બનશે…?