સૌરાષ્ટ્ર ઝોન વિસ્તૃત કારોબારી બેઠક રાજકોટમાં યોજાશે

સૌરાષ્ટ્ર ઝોન વિસ્તૃત કારોબારી બેઠક રાજકોટમાં યોજાશે
સૌરાષ્ટ્ર ઝોન વિસ્તૃત કારોબારી બેઠક રાજકોટમાં યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે યાદીમાં જણાવ્યું છે કે, તા.19 ને ગુરૂવારના રોજ બપોરે 1 કલાકે હેમુગઢવી હોલ, ટાગોર રોડ, ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાનાર છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિધાસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, પ્રભારી રઘુરામ શર્મા, સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ રામકૃષ્ણ ઓઝા, રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી, તુષારભાઈ ચૌધરી, પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, ભૂતપૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયા,

Visit Saurashtra Kranti Homepage here

પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સહિતના નેતાઓ- ધારાસભ્યઓ અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં હેમુગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોન વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આમંત્રિત આગેવાનો પધારવાના હોય અને આગામી વિધાનસભાની ચુંટણીઓની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાનાર હોય જેમાં શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી તથા રાજકોટના આગેવાનોની આગેવાનીમાં ઠેર-ઠેર બેનર, ઝંડા, ધજા, પતાકાથી શણગાર કરાઈ રહ્યો છે અને તડામાર તૈયારીઓ કરવાંમાં આવી રહી છે.

Read About Weather here

જયારે શહેર કોંગ્રેસના નેતાઓ-આગેવાનો અને કાર્યકરો અનેરો ઉમંગ ઉત્સાહથી સમગ્ર શહેરમાં શણગાર કરી રહ્યા છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપુતે જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here