સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દિપોત્સવી પર્વની ઉલ્લાસભેર ઉજવણી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દિપોત્સવી પર્વની ઉલ્લાસભેર ઉજવણી
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં દિપોત્સવી પર્વની ઉલ્લાસભેર ઉજવણી

આવતીકાલે નવું વર્ષ: આસ્થા, રંગ અને રોમાંચ સાથે ઉત્સાહનાં ઉજવણીના દ્રશ્યોથી રાજ્યનો ખૂણે-ખૂણો છવાયો

મહામારીની આફતની બે વર્ષ સુધી ચાલેલી કસોટીબાદ કસોટીની હેરળમાંથી પાર ઉતરેલા પ્રજાજનોએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રકાશનાં પર્વ દીપોત્સવીની રંગત અને ઉલ્લાસ સાથે ઉજવણી શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ખૂણેખૂણે દેશના સૌથી મોટા અને મહાન આનંદદાયક દિવાળી મહોત્સવની ઉજવણીનાં ઉત્સાહમાં લોકો મશગુલ થઇ ગયા છે. ચારેતરફ રંગ રોશની, રોમાંચ, આસ્થા અને ઉત્સાહનાં દ્રશ્યોથી જનજીવન ઝગમગી ઉઠ્યું છે.

દિપાવલી પર્વ પર સગા-સ્વજનો, અડોશી-પડોશી, મિત્રો અને શુભેચ્છકોએ વહેલી સવારથી જ એકમેક પર શુભેચ્છાઓનો મધમીઠો વરસાદ વરસાવ્યો છે. ભેટ-સોગાદો અને મીઠાઈઓની આપ-લે કરવામાં આવી છે. આ રીતે ઠેર-ઠેર દિવાળીની જબરદસ્ત ઉત્સાહ સાથે રંગત ભરી ઉજવણી જોવા મળી રહી છે.

વેપારીઓ અને તમામ નાનામોટા ધંધાર્થીઓ દ્વારા પરંપરા મુજબ ચોપડા પૂજન કરવામાં આવ્યું છે. દિપાવલી પર સવારથી મંદિરોમાં લોકો ઉમટી રહ્યા છે. પૂજા-અર્ચના સાથે આજના પવિત્ર દિવસનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આકર્ષક રોશનીથી માહોલ રોનકદાર બની ગયો છે. ઠેર-ઠેર ફૂલોની બજારનાં પગલે વાતાવરણ પણ મઘમઘી ઉઠ્યું છે. દિપાવલી પર્વ દેશનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છે. આવતીકાલે નવું વર્ષ મનાવવામાં આવશે.

નવા વસ્ત્રો પહેરીને બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ પર્વનો આનંદ ઉઠાવી રહ્યા છે. ચારેતરફ મોજ, મસ્તી, હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લી ઘડીની ખરીદીનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે.

દિવાળી એટલે અસત્ય પર સત્યનાં વિજયનો તહેવાર છે. જીવનમાં પ્રકાશ અને સુખનાં કામણ પાથરતું આ પર્વ છે. બે વર્ષ બાદ પૂર્ણ ઉજવણીનો મોકો મળ્યો છે. આથી લોકો મૃત્યુ પર જીવનનાં વિજયની આ મહાન તક અને અવસરને મનાવી લેવાની કોઈ કસર છોડવા માંગતા નથી.

આજથી દિપાવલીની સતાહલાંબી ઉજવણીનો વિસ્ફોટ શરૂ થઇ ગયો છે. લક્ષ્મીપૂજા શુભ મુહૂર્ત કાઢવાની વિધિ, લક્ષ્મી મંત્રનપ જાપથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. લાભપાંચમ સુધી ઉજવણી ચાલશે.

લાભપાંચમનાં દિને વેપારીઓ એમના ધંધા રોજગારનું મુહૂર્ત કરશે. આવતીકાલથી વિક્રમસંવતનું નવું વર્ષ શરૂ થઇ જશે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓની 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સહેલગાહ પ્રેમી ગુજરાતી પરિવારો, રાજ્ય અને રાજ્યની બહારનાં પર્યટન સ્થળોની સહેલગાહ પર નીકળી પડ્યા છે. કાશ્મીર, ગોવા, રાજસ્થાન જેવા રાજ્યો તરફ ગુજરાતી પરીવારીઓએ ધસારો કર્યો છે.

Read About Weather here

બસો અને ટ્રેમ ભરચક જઈ રહ્યા છે અને રીઝરવેશન પણ હાઉસફૂલ થઇ ગયા છે. સવારથી લોકોએ એકમેકને સુખ-સમૃધ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્યની શુભકામનાઓ પાઠવી હતી.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here