સૌરાષ્ટ્ર-ગુજરાતના બાળકોને અંગ્રેજી બોલવામાં ફાંફાં કેમ?

સૌરાષ્ટ્ર-ગુજરાતના બાળકોને અંગ્રેજી બોલવામાં ફાંફાં કેમ?
સૌરાષ્ટ્ર-ગુજરાતના બાળકોને અંગ્રેજી બોલવામાં ફાંફાં કેમ?


દક્ષિણ ભારત અને ગુજરાતની શિક્ષણ શૈલી વચ્ચે એવું તે શું અંતર છે? : આપણા સંતાનો મોટા પાયે આઇપીએસ, આઇએએસ કેમ થઇ શકતા નથી? : ગુજરાતીમાં આઇએએસનો અભ્યાસ ક્રમ દાખલ કરવો પડયો એ ખુશાલી નહીં કમ નસીબીની વાત : આપણા બાળકોને ખાનગી હોય કે સરકારી શાળાકીય સ્તરેથી અપાતું અંગ્રેજીનું જ્ઞાન સાવ મામુલી : મુંબઇના અને બેંગ્લોરના છોકરા ઝડપથી અંગ્રેજી બોલતા થઇ જાય છે તો ગુજરાતના કેમ નહીં?

આઝાદી પછી અત્યાર સુધી એટલે કે, સાત દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ આપણને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે એવું મહેણુ સાંભળવું પડે છે કે, ગુજરાતી વિદ્યાર્થીઓ સ્તાનક કે અનુસ્નાતક થઇ ગયા હોય પણ અંગે્રજી બોલવામાં તો કાયમ લોચા વાળે છે.

Subscribe Saurashtra Kranti here

આપણી ગત અને આવનારી અને વર્તમાન દરેક પેઢીને અંગ્રેજીના ઓછા, અધકચરા જ્ઞાનને કારણે હાસ્યા સ્પદ પરિસ્થિતિનો સામનો કરવો પડયો છે અને કમ નસીબે આ પ્રવાહને ઉલટાવવામાં ગુજરાતની શિક્ષણ પધ્ધતી નિષ્ફળ રહી છે.

ગુજ્જુ વિદ્યાર્થીઓ ગમે તેટલું ભણ્યા હોય, ગમે તેટલા તેજસ્વી હોય પણ સટાસટ કડાકે દાર અંગ્રેજી બોલવામાં હંમેશા અન્યો રાજયોના વિદ્યાર્થીઓથી પાછળ રહી જતા દેખાયા છે.

જેના કારણે આપણા મોટાભાગના વિદ્યાર્થીઓમાં અંગ્રેજીનો એક છુપો ભય બેસી ગયો છે અને તેને અંગ્રેજી પ્રતિ અરૂચિ પણ જાગી ઉઠી છે જે લાંબા ગાળા માટે સારા સંકેત સમાન પ્રવાહ ન ગણાય.

આપણા વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે છે, ખાનગી અને કોન્વેન્ટ શાળાઓ પણ છે. છતાં અંગ્રેજી ભાષા પર સંપુર્ણ પ્રભુત્વ મેળવવામાં શા માટે કચાસ રહી જાય છે એ દિશામાં હવે ગંભીરતાથી વિચારવાનું સમય પાકી ગયો છે.

બિહાર જેવા પછાત રાજયમાંથી અને યુપી જેવા પ્રમાણમાં ગરીબ જેવા રાજયમાંથી ઢગલા બંધ આઇપીએસ અને આઇએસ ઓફીસરો આવતા હોય છે. સતત એ રાજયોમાંથી પુરવઠો ચાલુ રહે છે.

પણ તેના પ્રમાણમાં ગુજરાત કેટલા આવા ઉચ્ચ અધિકારીઓ આપી શકે છે. એ સંખ્યા પર નજર કરીએ તો આપણને ચિંતામાં ગરકાવ કરી દે એટલા મામુલી આંકડા જોવા મળે છે.

આટલો તફાવત શું કામ રહે છે? ગુજરાતી વિદ્યાર્થીઓ પણ તેજસ્વીતામાં અન્ય રાજયોના વિદ્યાર્થીઓથી કાંઇ કમ નથી પણ એક અંગ્રેજી ભાષા મોટો તફાવત સર્જી દે છે અને તેજસ્વી વિદ્યાથી એકા એક સામાન્ય બની જાય છે.

આ પરિસ્થિતિ આપણા જેવા સમૃધ્ધ અને સુખી રાજય માટે ખુબ જ અકળાવી દેનારી અને મુંજવી દેનારી છે.નબળો દેખાવ શા માટે છે તેના એકથી વધુ કારણોની ચર્ચા કરી શકાય તેમ છે. પણ દેખીતી રીતે પહેલુ જે કારણ ઉડીને આંખે વળગે છે એ આપણી પોતાની શિક્ષણ વ્યવસ્થા છે અને શિક્ષણ પધ્ધતી છે.

ગુજરાતની ભાષી શાળાઓમાં અંગ્રેજીનું જે જ્ઞાન અપાઇ છે એ બીલકુલ ઉપલકીયુ અને પોપટીયુ જ્ઞાન હોય છે. એવી રીતે ભણાવવામાં આવે છે કે, બાળકને અંગ્રેજી ભાષાનું પાયાનું વ્યાકરણનું જ્ઞાન મળતું જ નથી અથવા તો સાવ ઓછું મળે છે.

બીજી તરફ કોન્વેન્ટ જેવી અંગ્રેજી ભાષી શાળાઓમાં જે પ્રકારે અંગ્રેજી સીખવાનું મળે છે તેનાથી ભાષાની ઉંડાઇ આવતી નથી. સ્પીકીંગ ઇગ્લીસથી આગળ આપણું સંતાન જઇ શકતું નથી અને લટકામાં માતૃભાષા અને રાષ્ટ્રભાષા જ વિસરી જાય છે અથવા તો સરસ રીતે બોલી શકતા નથી. અંગ્રેજીનું જ્ઞાન બોલવા પુરતુ રહે છે. વ્યાકરણનું ઉંડુ અને અગાદ્ય જ્ઞાન આપવામાં આવતું નથી.

તેના પરીણામે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવામાં અંગ્રેજી ભાષી સ્કુલના સંતાનો પણ કાચા પડી જાય છે અને સરવાળે આત્મ વિશ્ર્વાસ ગુમાવવા લાગે છે. બન્ને પ્રકારની શિક્ષણ પધ્ધતીમાં પાયાથી જ નબળાઇ જોવા મળી છે. જેમાં જળમુળથી સુધારો કરવામાં નહીં આવે તો ગુજરાતી વિદ્યાર્થીઓના ખંભા પર અંગ્રેજીમાં ઠોઠનું લેબલ કદી હટાવી શકાશે નહીં.

એ માટે આપણા વર્ગ ખંડોમાં અડધા કલાકમાં ફટાફટ એક-એક પાઠ ભણાવીને રવાના થઇ જતા આપણા વર્ગખંડના ગુરૂઓને પહેલા સારી પેઠે અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવું પડે છે. સાથે સાથે બાળકોને અંગ્રેજીનું પધ્ધતીસરનું કઇ રીતે કોચીંગ આપવું તેની પણ તાલીમ આપવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થતી દેખાય છે. અત્યારે કારર્કીદીની વાત કરીએ તો સ્પેસીયલાઇઝેશનનો જમાનો છે.

વિજ્ઞાન હોય કે વૈદત, ઇજનેરી હોય કે અન્ય ટેકનીકલી વિષય એ દરેકમાં પાવરધા થવા માટે અંગ્રેજી ભાષા પર સંપુર્ણ પ્રભુત્વ મેળવવું અતિઆવશ્યક છે કેમ કે, આ તમામ ભાષાઓના અભ્યાસક્રમ અને પુસ્તકો અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ હોય છે કેમ કે, આવા અભ્યાસ ક્રમોમાં સામે આવતા મોટા ભાગના ટેકનીકલ શબ્દોનો કોઇ અંગ્રેજી કે હિન્દી પર્યાય મળતો નથી એ માટે એ સમજવા માટે એટલે કે હાઇલી ટેકનીકલ અને વૈજ્ઞાનિક કોર્ષ સમજવા માટે આપણા સંતાન પાસે અંગ્રેજીનું પ્રગાઢ જ્ઞાન હોવું જરૂરી છે.

બલકે અતિ આવશ્યક છે. ગુજરાતમાં કમનસીબે એ દિશામાં ધ્યાન આપવામાં આવતું નથી. પરીણામે આપણો બ્રાઇટ વિદ્યાર્થી પણ અંગ્રેજીના અધકચરા જ્ઞાનને કારણે અન્ય રાજયોના વિદ્યાર્થીઓની સામે લધુતાગ્રંથીથી પીડાવા લાગે છે જે તેની કારર્કીદી માટે ઘાતક સાબિત થાય છે અને છેવટે ઉચ્ચ અભ્યાસ પડતો મુકીને પપ્પાની દુકાને બેસવાનો વારો આવી જાય છે.

Read About Weather here

યા તો કોઇ પેઢીમાં બેસીને ગુમાસતુ કરવા બેસી જાય છે આવી આપણી શિક્ષણ પધ્ધતીમાં ક્રાંતીકારી અને જળમુળથી ફરેફારો કરવામાં આજથી જ કામે લાગે જવાનો સમય આવી ગયો છે. નહીંતર ગુજરાતી વિદ્યાર્થી ગજ્જુમાંથી કયારેય લાટસાહબ બની નહી શકે. એ માટે આપણી સરકારી હોય કે અંગ્રેજી માધ્યમની તમામ શાળાઓમાં પહેલા ધોરણથી વ્યાકરણ સાથે અંગ્રેજીના જ્ઞાનનો અલગ પ્રકારનો તૈયાર કરેલો અભ્યાસક્રમ દાખલ કરવો જ પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here