રાજ્યમાં તારીખ 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ,પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. ગીર સોમનાથ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વિગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ સંબંધે ડિઝાસ્ટર પ્રીપેડનેશ અંગે મુખ્યમંત્રીએ તલસ્પર્શી સમીક્ષા કરીને આગામી સમયમાં રાહત બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમ સંબંધિત જિલ્લાઓમાં ડીપ્લોય કરવા માટે જરૂરી સુચનાઓ આપી હતી. હાલ રાજયમાં NDRFની 9 ટીમો તૈનાત છે.’
Visit Saurashtra Kranti Homepage here
10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ થતાં એક ડેમમાં હાઈએલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના 206 જળાશયો પૈકીના ત્રણ ડેમમાં વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. સરદાર સરોવર ડેમમાં 1,43,919 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 43.08 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં 1,89,345 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.92 ટકા છે.
નર્મદા વિભાગના સૂત્રો કહે છે કે, એક ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ છે, એક ડેમમાં 80થી 90 ટકા અને એક ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાથી વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. રાજ્યમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ માંડ 22.56 ટકા જ છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા 5મી જુલાઈથી આગામી 5 દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ સુરત જિલ્લામાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એવામાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા છે. સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Read About Weather here
જેથી ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. એકધારા વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર તાલુકાના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થયા હતા. સુત્રાપાડા તાલુકાનાં મટાણા ગામ સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. મટાણા ગામને જોડતા બ્રિજ ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતી હતી.આ સાથે નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here