જયારે જૂનાગઢમાં શનિ-રવિ દરમ્યાન કુલ ત્રણ ઇંચ જેટલો વડિયામાં દોઢ ઇંચ તથા કોટડા સાંગાણીનાં જૂની મેંગણીમાં ર થી ર॥ ઇંચ સાથે નદીમાં પુર આવ્યા હતા. જયારે ગઇકાલે સોમનાથ અને અમરેલી પંથકમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો તથા ભાવનગર-સોમનાથ હાઇવે પર ધોધમાર વરસાદના પગલે ટોલકાના ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ ઉપરાંત ગઇકાલે દ્વારકા જિલ્લામાં પણ ઝાપટા પડયા હતા.દરમ્યાન ભીમ અગિયારસના દિવસે મેઘરાજાએ મનમુકીને ગીર પંથકમાં વરસી ખેડૂતો માટે સારા વર્ષની શુભ શરૂઆત કરેલ હોય તેમ ગઇકાલે વહેલી સવારથી ભારે વરસાદ વરસવા લાગતા અને ગીરગઢડા તેમજ આજુબાજુના ગામો ધોકડવા, દ્રોણ, કોદીયા, ખિલાવડ બે ઇંચ કરતા વધુ વરસાદ પડી જતાં ખેતરોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
અને આ પાણી ગ્રામ્ય પંથકમાં પણ રસ્તા પર દોડતા થયા હતા. રાજયમાં ચોમાસુ નજીક આવી રહ્યું છે અને હાલ પ્રિમોન્સુન એકટીવીટી અનુસંધાને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે પણ રાજકોટ શહેરમાં અર્ધો ઇંચ સહિત સૌરાષ્ટ્રમાં 0॥થી માંડી ર॥ ઇંચ સુધીનો વરસાદ પડી જવા પામ્યો હતો. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં ગઇકાલે અઢી ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી ભરાઇ ગયા હતા.સારો વરસાદ ભીમ અગિયારસ સુકન દિવસે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી મુહુર્ત કર્યુ હતું. વહેલી સવારથી પડેલા અઢી ઇંચ જેટલા વરસાદના કારણે ખેતરોના પાણી નદી નાળાઓ સુધી પહોચ્યા હતા. સમયસર વરસાદના આગમનથી ખેડૂતો અને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સારા વર્ષની શુભ શરૂઆત થઇ છે. ગીરગઢડાના, દ્રોણ, કોદીયા, ઉમેદપરા, ખિલાવડ, અને ગીર નેસ વિસ્તારના આસપાસ સારો વરસ્દ પડ્યો હતો તેથી ખેડુતો હવે વાવણી કાર્ય કરવાની તૈયારીમાં લાગી ગયેલ છે.
ધરતિપુત્રોને પણ આ વર્ષ સારૂ જાય તેવી આશા બંધાયેલ છે. હાલ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ઉના શહેરમાં પણ વહેલી સવારે વરસાદના ઝાંપટા પડ્યા હતા. ગીરગઢડા પંથકમાં શુક્રવારે પણ મેઘરાજાએ પ્રથમ વરસાદની એન્ટ્રી કરી હતી અને 2 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ તો કયાંય અમીછાંટા પડયા હતા. આમ બે દિવસમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં પણ 20 મીમી વરસાદ નોંધાયો હતો. ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવા લાગેલ હતો. જેમાં માણેકપુર, ખત્રીવાડ ગામમાં અડધોથી પોણો ઇંચ વરસાદ વરસી જતા શહેરી વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
જુનાગઢ મહાનગરમાં પણ ભીમ અગિયારસના મેઘરાજાએ શુકન સાચવવા આવ્યા હોય તેમ શનિ-રવિના બે દિવસમાં 3 ઇંચ જેટલો વધતા ઓછા પ્રમાણમાં નોંધાયો હતો.શનિવારના બપોર બાદ ગાજવીજ સાથે સાંજે પોણો ઇંચ (21 મીમી) વરસાદ નોંધાયો હતો. ગઇકાલે રવિવારના પણ બપોર બાદ ભારે પવન ગાજવીજ સાથે વરસાદ 43 મીમી નોંધાયો હતો. ગઇકાલે જુનાગઢ ગાંધીગ્રામમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવા પામ્યું હતું. પ્રથમ વરસાદમાં લોકો બહાર નીકળી વરસાદની મજા માણી હતી.અમરેલીના વડીયામાં રવિવારે બપોર બાદ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ધોધમાર પ્રથમ વરસાદમાં બાળકોએ નાહવાનો ભરપુર આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં ગઈકાલ પણ વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કોસ્ટલ એરિયામાં મેઘરાજાની એન્ટ્રી બાદ ધરતીપુત્રોએ આગામી દિવસોમાં સારો વરસાદ વરસવાની આશા સેવી રહ્યા છે.જિલ્લામાં ગઈકાલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ટોલનાકાની આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા થોડીવાર માટે વાહનચાલકોએ થોભી જવાની ફરજ પડી હતી. જિલ્લામાં 5 દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ શનિવારે ભીમ અગિયારસ બાદ ગઈકાલે રવિવારે સમગ્ર પંથકમાં સર્જાયેલા હળવા વરસાદી માહોલ વચ્ચે રવિવારે બપોરે ખંભાળિયા તાલુકાના બજાણા વિસ્તારમાં મેઘરાજાની મંગલ પધરામણી થઈ હતી. ખંભાળિયા નજીક આવેલા બજાણા તથા આસપાસના વાડી વિસ્તારમાં બપોરે ત્રણેક વાગ્યે મેઘાવી માહોલ બાદ હળવા છાંટા વરસ્યા હતા. આશરે અડધો કલાક સુધી વરસેલા વરસાદના કારણે બજારોમાં પાણી રેલાયા હતા. 3પ મીમી જેટલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદથી ખુશી જોવા મળી હતી જયારે ગરમી અને બફારાથી રાહત સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોને પણ ગરમીથી રાહત મળી હતી.
Read About Weather here
તો બીજી બાજુ વડીયાની શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું.જયારે રાજકોટમાં કોટડાસાંગાણી પંથકમાં વાતાવરણ પલટાયા બાદ નવી જુની મેંગણીમાં ગઇકાલે ધોધમાર બે થી અઢી ઇંચ વરસાદ પડતા નવી મેંગણીની નદીમાં પુર આવ્યા હતા તેમજ સોમનાથ મંદિરની સામે ગત સાંજના છ કલાકના અરસામાં ઝરમર વરસાદની સાથે મેઘધનુષ નીકળેલ હતું જેને લોકોએ નિહાળેલ હતું. જયારે અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો ગઇકાલે, રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા આસપાસના ગામડાઓમાં વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here