ગુજરાતમાં વાવણીની મોસમ પુરબહારમાં ખીલી છે. રાજ્યમાં ખરીફ પાક તરીકે મુખ્યત્વે કપાસ, મગફળીનું વાવેતર થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે તા. 4 જુલાઇની સાંજ સુધીના સત્તાવાર આંકડા મુજબ મગફળી કરતા કપાસની વાવણીનું પ્રમાણ 25 ટકા વધુ છે. રાજ્યમાં 34 ટકાથી વધુ વાવણી થઇ ગઇ છે. ધાન્ય પાકોનું 5.67 ટકા, કઠોળ પાકોનું 11.19 ટકા, તેલીબીયા પાકોનું 39.32 ટકા અને અન્ય પાકોનું 44.44 ટકા વાવેતર થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાતમાં 4032255 હેકટર જેટલો વાવેતર વિસ્તાર છે. અત્યાર સુધીમાં 3220616 હેકટરમાં વાવેતર થયું છે. કપાસ, મગફળી ઉપરાંત ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, અડદ, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર ગ્રીડ, શાકભાજી, ઘાસચારો વગેરે વાવવામાં આવેલ છે. ગયા વર્ષે કપાસના વિક્રમસર્જક મણના રૂા. 2500થી વધુ ભાવ મળતા આ વખતે કપાસનું વાવેતર વધુ થઇ રહ્યું છે. ચોમાસુ વાવેતરમાં સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તાર આગળ છે.
Read About Weather here
સૌરાષ્ટ્રમાં 2299500 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. મગફળી સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 171500 હેકટરમાં અને સૌથી ઓછી 5100 હેકટરમાં બોટાદ જિલ્લામાં વાવવામાં આવેલ છે. કપાસ સૌથી વધુ 297600 હેકટરમાં અમરેલી જિલ્લામાં અને સૌથી ઓછો 2400 હેકટરમાં સોમનાથ જિલ્લામાં વાવવામાં આવ્યો છે. રાજ્યમાં હજુ વાવણી ચાલુ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here