સૌરાષ્ટ્રમાં ભાદરવામાં અષાઢ સર્જાતા મેઘતાંડવ: ભારે તારાજી

સૌરાષ્ટ્રમાં ભાદરવામાં અષાઢ સર્જાતા મેઘતાંડવ: ભારે તારાજી
સૌરાષ્ટ્રમાં ભાદરવામાં અષાઢ સર્જાતા મેઘતાંડવ: ભારે તારાજી

જનહૈયા ખુશાલીથી તરબતર, જળ સંકટને રાતોરાત તાણી જતા મેઘરાજા: 6 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું: 10 શહેરો અને 220 ગામડાઓમાં સર્જાયો અંઘારપટ્ટ: 36 ડેમ હાઈએલર્ટ પર, 23 ડેમો સંપૂર્ણપણે છલકાયા: એન.ડી.આર.એફ, પોલીસ અને એસ.ડી.આર.એફ નાં જવાનોની જોરદાર કામગીરી: જામનગર અને જૂનાગઢ જિલ્લાનાં તમામ ડેમો ઓવરફલો થતા લોકોમાં ભારે હર્ષ, ખેડૂતો ખુશ
સૌરાષ્ટ્રમાં સચરાચર જોરદાર વર્ષાને પગલે તમામ ડેમ છલોછલ
સૌરાષ્ટ્રનાં અને રાજ્યભરનાં 198 તાલુકાઓમાં પાંચથી માંડીને 21 ઇંચ સુધીનો જોરદાર વરસાદ

સૌરાષ્ટ્રમાં લગભગ આખું ચોમાસું કોરું રહ્યા બાદ તરસી ધરતી અને સુકાતા મોલ અને લોક હૈયામાં ચિંતાની લાગણીઓ ઉપર દયા આવી હોય તેમ રવિ અને સોમવારે મેઘરાજાએ ભાદરવાને જાણે અષાઢ બનાવી દઈ ધરતીને તૃપ્ત કરી દે એટલું પાણી ઠાલવી દીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

મેઘરાજાની અસીમ કૃપા વરસી પડતા સૌરાષ્ટ્રનું જળસંકટ તણાઈ ચૂક્યું છે

અને જનહૈયા હરખાઈ ઉઠ્યા છે. સૌરાષ્ટ્ર મેઘરાજાએ 5 થી માંડીને 21 સુધી પાણી ઠાલવી દેતા સૌરાષ્ટ્રનાં તમામ જળાશયો છલકાય ગયા છે. નદીઓ ગાંડીતુર બની છે. સેંકડો ગામડામાં જળબંબાકાર થતા બેટ બની ગયા છે.

એન.ડી.આર.એફ, ફાયર બ્રિગેડ, પોલીસ, વાયુસેનાનાં જવાનોએ અભૂતપૂર્વ રેસ્ક્યુ કામગીરી કરીને અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 6878 લોકોનું સ્થળાંતર કરી સલામત ખસેડ્યા હતા.

ઘુઘવતી જળરાશીની કેદમાં સપડાયેલા 64 લોકોને વાયુસેનાએ એરલીફ્ટ કર્યા હતા. પૂરમાં તણાઈ જવાની ઘટનાઓ બની હતી.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને જૂનાગઢ જિલ્લાઓમાં મેઘતાંડવને પગલે નદીઓ ગાંડીતુર બનતા સેંકડો ગામડાઓ જળબંબાકાર થઇ ગયા હતા.

હાલારનાં કાલાવડ તાલુકા સહિતના વિસ્તારો અને જૂનાગઢ જિલ્લાઓ અને વિસાવદર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં માલ-મિલકતને કરોડો રૂપિયાનું નુકશાન થયાનું અંદાજ બાંધવામાં આવે છે.

સોમવારે તો સમગ્ર સૌરાષ્ટ્રનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. રાજકોટ અને શહેર જિલ્લામાં પણ પુર તાંડવથી વ્યાપક નુકશાની થઇ છે. રાજકોટ અને જામનગર જિલ્લાઓ માંથી બચાવકાર ટીમોએ પાંચ હજાર લોકોનું સ્થળાંતર કર્યું હતું.

સૌરાષ્ટ્રનાં તમામ મહત્વના ડેમો છલકાઈ ગયા હોવાથી જળસંકટ દૂર થઇ ગયું છે. રાજ્યનાં કુલ 207 ડેમોનો જળસંગ્રહ વધીને 62.26 ટકા થઇ ગયો છે.

હાલાર-જૂનાગઢ અને રાજકોટ જિલ્લાનો પાણી પ્રશ્ર્ન મેઘરાજાએ ગણતરીના કલાકોમાં હલ કરી નાખ્યો છે. આ લખાય છે ત્યારે હજુ ત્રણ જિલ્લાનાં 216 ગામો પાણીની કેદમાં પુરાયેલા છે.

આજે સવારથી બંધ થયો હોવાથી પાણી ઓસરતા સાંજ સુધીમાં પરિસ્થિતિ સામાન્ય બનવાની ધારણા છે. 10 શહેરો અને 220 ગામડાઓમાં અંધારપટ્ટ છવાયેલો છે.

રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં આજે તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હજુ સતત મેઘડંબર છવાયેલો છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું જોર રહે તેવી હવામાન ખાતાની આગાહી છે.

અત્યાર સુધીમાં નોંધાયેલો વરસાદમાં સૌથી વધુ લોધિકા તાલુકામાં 21 ઇંચ, વિસાવદર પંથકમાં 18 ઇંચ, કાલાવડમાં 16 ઇંચ, રાજકોટમાં 13 ઇંચ, ધોરાજીમાં 10 ઇંચ, જૂનાગઢમાં સાડા 8 ઇંચ અને કોટડાસાંગાણીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજકોટ, જૂનાગઢ અને ખેડાનાં આણંદમાં હજુ રેડએલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. અમદાવાદ, ભાવનગર અને બનાસકાંઠામાં યલોએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભાદરવો ભરપુર રહેવાથી ગુજરાતમાં વરસાદની ઘટમાં એકદમ ઘટાડો થવા પામ્યો છે. સોમવારે સાંજ સુધીમાં સિઝનનો કુલ વરસાદનો આંક વધીને 64.5 ટકા થઇ ગયો છે

Read About Weather here

આથી વરસાદની ઘટ માત્ર 14 ટકા રહી છે. પરંતુ સૌરાષ્ટ્રમાં મેઘરાજાને ભરપુર હેતને કારણે એક વર્ષથી વધુ ચાલે તેટલી જળરાશી સૌરાષ્ટ્રનાં જળાશયોમાં ઠલવાય ગઈ છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here